ઝારખંડ જીત: ગુજરાત કોંગ્રેસ દ્વારા ફટાકડા-મીઠાઇ સાથે કરવામાં આવી ઉજવણી

ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને ગઠબંધનનો વિજય થતાં ગુજરાત કોંગ્રેસે ભવ્ય ઉજવણી કરી હતી. અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, ભારત દેશ લોકશાહીને વરેલો છે. સંવિધાન અનુસાર દેશ ચાલે છે. ધર્મ જાતી પ્રાંતથી ઉપર ઊઠી દેશ એક રહેએ આપણા જીનમાં રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની વિંભાજનકારી નીતી ઓ લોકોને ઉન્માદમાં લાવી પ્રાથમિક મુદ્દાઓને ભુલાવાની નિતિને લોકોએ જાકારો આપ્યો છે.

ઝારખંડ જીત: ગુજરાત કોંગ્રેસ દ્વારા ફટાકડા-મીઠાઇ સાથે કરવામાં આવી ઉજવણી

ગૌરવ પટેલ/અમદાવાદ : ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને ગઠબંધનનો વિજય થતાં ગુજરાત કોંગ્રેસે ભવ્ય ઉજવણી કરી હતી. અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, ભારત દેશ લોકશાહીને વરેલો છે. સંવિધાન અનુસાર દેશ ચાલે છે. ધર્મ જાતી પ્રાંતથી ઉપર ઊઠી દેશ એક રહેએ આપણા જીનમાં રહેલું છે. ભારતીય જનતા પાર્ટીની વિંભાજનકારી નીતી ઓ લોકોને ઉન્માદમાં લાવી પ્રાથમિક મુદ્દાઓને ભુલાવાની નિતિને લોકોએ જાકારો આપ્યો છે.

બંધારણ ભુલાવી પ્રજા વિરોધી શાસન અને નીતિઓને ફરી એક રાજ્યએ જાકારો આપ્યો છે. ઝારખંડની જનતાએ જે રીતે પરીવર્તન માટે મત કર્યો એ સ્પષ્ટ બતાવે છે કે આ દેશની જનતા વિઘટન કારી નીતિઓને ક્યારેય નહી સ્વીકારે. ધર્મ જાતીના નામે લોકોમાં ઉન્માદ ભરવાનો જે પ્રયાસ હતો અને જાકારો મળ્યો છે. પોતાની વાત દેશ પર થોપવાની અને પ્રજાની વાત નહી સાંભળવાની નિતિને જાકારો મળ્યો. જે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. 

ફક્ત ભાષણોની રાજનીતિ નહી ચાલે. જમીન પર જોડાયેલા લોકોનું દર્દ સમજવું પડશે એ આ જનાદેશનો સ્પષ્ટ સંદેશ છે. ઝારખંડના જે પરિણામો આવ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને એક પછી એક રાજ્ય માંથી જાકારો મળી રહ્યો છે. દેશની જનતા ફરી કોંગ્રેસની વિચાર ધારા સાથે જોડાઇ ભાજપાની વિચાર ધારાને જાકારો આપી રહી છે.લોકો ભાજપના ભ્રામક વિકાસના પ્રોપેગેન્ડામાંથી બહાર આવી રહ્યા છે. વાસ્તવિકતા સમજી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ વ્યક્ત કરી ખુશી
ઝારખંડમાં કોંગ્રેસના ગઠબંધનની જીતથી ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ કે ઝારખંડમાં મોદી સરકારની નીતિઓની હાર થઈ છે ઝારખંડમાં ભાજપના લૂંટતંત્રની હાર થઈ છે મોદીએ ઝારખંડમાં પોતાના નામે મત માંગ્યા હતા ઝારખંડમાં મોદી સરકારની હાર છે લોકોએ કોંગ્રેસના ગઠબંધન પર વિશ્વાસ કર્યો છે ઝારખંડ ની આદિવાસી સંસ્કૃતિને બચાવવા લાંબી લડાઈ લડી ત્યારે લોકોએ પ્રેમ અને વિશ્વાસ આપ્યો મોદી સરકારના મંત્રીઓ જ ઝારખંડ ની સંપત્તિની લૂંટ ના ભાગીદાર હતા.

Ahmedabad : પિકનિકમાં વિદ્યાર્થીના મોત બાદ DEOએ દિવાન બલ્લુભાઈ સ્કૂલને ફટકારી નોટિસ

ગુજરાતમાં તમામ જિલ્લા એકમો દ્વારા ઉજવણી...
ગુજરાત કોંગ્રેસનાં તમામ પદાધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સુરત, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતનાં ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઇઓ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. ભાજપની વિચારધારાને લોકો નકારી રહ્યાનો પણ એક મત વ્યક્ત કર્યો હતો. આ જીતના કારણે ગુજરાત કોંગ્રેસમાં પણ એક સકારાત્મક દોરીસંચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news