રાજેન્દ્ર ઠક્કર /કચ્છ: બે દિવસ કચ્છના પ્રવાસે ગુજરાતના રાજ્યપાલ આવ્યા છે. આજે પ્રાકૃતિક ખેતી માટે લોક જાગૃતિ માટે એક આયોજન કરાયું હતું. રાસાયણિક ખાતર એ ધીમું ઝેર છે આજે નહિ જાગીએ તો 50 વર્ષ બાદ ખેતી લાયક જમીન જ નહિ હોય. બે દિવસ કચ્છના પ્રવાસે આવેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલે આજે મીડિયા સાથે ખુલ્લા મને વાત કરી હતી અને તેઓ જે બે વર્ષથી પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચલાવી રહેલા છે તેમાં મીડિયાનો સહયોગ માગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારું બાળક બોલવામાં કે સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં! મહત્વનો નિર્ણય લેવાયો


આજે પ્રાકૃતિક ખેતી ખુબ જ મહત્વની છે કારણ કે વધુ પડતાં રાસાયણિક ખાતરનાં વપરાશથી પર્યાવરણની સાથે માનવ અને પશુ પક્ષી બધાને ખુબ જ હાની પહોંચી રહી છે. રાસાયણિક ખાતરની અસરથી જમીનમાં 2.5 કાર્બન હતું, જે હવે 0.5 કાર્બનથી પણ નીચે જાય છે એટલે બંઝર જમીન થઈ જાય છે. રાસાયણિક ખાતરનો અતિરેકથી ધરતીની હાલત ખરાબ થઇ છે. યુરિયામાં 45% સિવાય નમક જ છે એટલે અળસિયા ખેતી -પ્રાકૃતિક ખેતી છે. દેશી ગાય-ગોબરમાં સૂક્ષ્મ જંતુ અને બધા જ રસાયન આવેલા છે. 


હોળી પર ચંદ્ર ગ્રહણ અને સૂર્ય, રાહુ, ચંદ્રમાની યુતિ આ જાતકો માટે ખતરનાક, જાણો વિગત


આપના દેશમાં 20 હજાર કરોડનું યુરિયા દર વર્ષે વિદેશથી મંગાવવામાં આવે છે. જેના કારણે આરોગ્ય જોખમાય છે ઉત્પાદિત વસ્તુઓ માં હાનિકારક તત્વો વધુ છે જેના થી કેન્સર વધતું જ રહ્યું છે રાસાયણિક ખાતરથી પકવેલ ઘઉં અને ચોખા માં 45% પોષક તત્વ જ નથી નેશનલ યુનવર્સિટીનાં 12 વિજ્ઞાનિકોએ આ કહ્યું છે. યુરિયા જ્યારે ઓકસીજનમાં મિક્સ થાય છે ત્યારે કાર્બનથી પણ વધુ 312 ઘણું નાઈટ્રૉ ઓક્સાઈડ બનાવે છે. જે કેટલું ખતરનાક છે. રાજ્યપાલ દ્વારા જે બે વર્ષ નાં અભિયાન પછી આંહી પ્રાકૃતિક ખેતી 9 લાખ ખેડૂત ગુજરાતમાં ખેતી કરે છે. 1 વર્ષ માં 308748 મેટ્રિક ટન રસા.ખાતર ઓછી વપરાયું છે 133792લાખ નું ઓછું વપરાશ થયું છે. 


ગરમીની સિઝન શરૂ થાય એ પહેલા જ લીંબુના ભાવ થયાં ‘ખાટા’, એક કિલોનો ભાવ જાણીને આવી જશે


કચ્છમાં 44200 ખેડૂતો 48 હજાર એકર માં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. કેન્સર સામે જાગૃતિ જરૂરી નહિતર આવતી પેઢી નસ્ટ થઈ જશે. આંકડાકીય માહિતીસભર વિગતો સાથે મીડીયા ને પણ સહયોગ આપી જન જાગૃતિના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. કલેકટર, ddo, એસપી, સર એન્ડ બી નાં કાર્યપાલક ઇજનેર સહીત નાં અધિકારીઓ હાજર રહ્યા હતા. 


ખેડૂત બનવા માંગતા ગુજરાતીઓ માટે ખુશખબર! ક્યારે થશે કાયદામાં ફેરફાર? શું છે ગણોતધારો?