ગરમીની સિઝન શરૂ થાય એ પહેલા જ લીંબુના ભાવ થયાં ‘ખાટા’, એક કિલોનો ભાવ જાણીને આવી જશે ચક્કર

માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાળની ખટાસ ઓછી કરી દીધી છે. ગૃહણીઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડશે ત્યારે લીંબુના ભાવમાં પણ ગરમાવો જોવા મળશે. 

 ગરમીની સિઝન શરૂ થાય એ પહેલા જ લીંબુના ભાવ થયાં ‘ખાટા’, એક કિલોનો ભાવ જાણીને આવી જશે ચક્કર

ઝી બ્યુરો/અમદાવાદ: એક તરફ ઉનાળાની શરૂઆત થતા લીંબુની માંગ વધી રહી છે તેની સાથે ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હજી તો માર્ચ મહિનાની શરૂઆત છે ત્યારે જ 80 રૂપિયાના ભાવે મળતા લીંબુ 160 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાળની ખટાસ ઓછી કરી દીધી છે. ગૃહણીઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડશે ત્યારે લીંબુના ભાવમાં પણ ગરમાવો જોવા મળશે. 

કાલુપુર શાકભાજી માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા આવેલી ગૃહણીએ zee 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે અત્યારથી જ લીંબુના ભાવ મધ્યમવર્ગી પરિવારના બજેટ બહાર છે. જોકે લીંબુ જરૂરિયાતની વસ્તુઓ હોવાથી ભાવ વધે તો પણ ખરીદવા પડી રહ્યા છે. પરંતુ તેના વપરાશમાં ફેર પણ પડ્યો છે. પહેલા જ્યારે એક દિવસમાં એક લીંબુનો વપરાશ કરતા હતા તેના બદલે હવે અડધું લીંબુ વાપરીએ છીએ. 

  • ટામેટા 60 થી 80 રૂપિયા કિલો
  • બટાકા 25 થી 30 રૂપિયા કિલો
  • ડુંગળી 40 રૂપિયા કિલો
  • સીમલા મિર્ચ 60 રૂપિયા કિલો
  • આદું 180-200 રૂપિયા કિલો
  • વટાણા 60 થી 80 રૂપિયા કિલો
  • ફ્લાવર 60 થી 80 રૂપિયા કિલો
  • મેથી અને પાલક 40 રૂપિયા કિલો
  • લસણ 200 રૂપિયા કિલો

આ કંપની આપી રહી છે દરરોજ 3GB ડેટા, Free Netflix અને આટલી વેલિડિટી, બીજું શું જોઇએ

પાછલા વર્ષની વાત કરીએ ત્યારે પણ ઉનાળામાં લીંબુના ભાવ આસમાને હતા. સમગ્ર ઉનાળા દરમિયાન લીંબુના ભાવ 350 થી 400 રૂપિયા કિલો વચ્ચે હતા. આ ટ્રેન્ડને જોતા આગામી મહિનાઓમાં લીંબુના ભાવ વધવાની શક્યતા નકારી ન શકાય. જોકે આ સામે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર પણ છે. થોડાક સમય પહેલા મળતા 500 રૂપિયા કિલો લસણના ભાવ હવે તળિયે બેઠા છે. હાલ બજારમાં સારી ક્વોલિટી નું લસણ 200 રૂપિયા કિલો મળી રહ્યો છે આમ લસણના ભાવમાં એક સાથે 300 રૂપિયાનો ઘટાડો પણ થયો છે. 

શાકભાજી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. જેના વગર કોઈપણ વ્યક્તિ રહી શકે તેમ નથી કેટલો પણ ઘટાડો હોય શાકભાજી ખરીદવી જ રહી. જોકે વપરાશમાં ઘટાડો કરવામાં આવે તો પણ શાકભાજીના ભાવ મધ્યમ વર્ગી પરિવારના બજેટથી બહાર જ રહી જાય છે.જુદી જુદી શાકભાજીઓના ભાવ જોતા એક દિવસની શાકભાજી ખરીદવા પાછળ પણ ઓછામાં ઓછા 100 રૂપિયા જેટલું ખર્ચ થઈ જ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news