BRAKING NEWS: ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાત પર સંકટ વધ્યું
અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે. દિલ્હીના દિલ્હી પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય જાણકારી આપી છે, કે અરબી સમુદ્રમાં શરૂ થયેલા વાવાઝોડું ફરીવાર ગુજરાતના પોરબંદર અને દ્વારકા પર ટકરાઇ શકે છે.
અમદાવાદ: અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે. દિલ્હીના દિલ્હી પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય જાણકારી આપી છે, કે અરબી સમુદ્રમાં શરૂ થયેલા વાવાઝોડું ફરીવાર ગુજરાતના પોરબંદર અને દ્વારકા પર ટકરાઇ શકે છે. આગામી 17 અને 18 તારીખે કચ્છના દરિયાકિનારે વાયુ ટકરાય તેવી શક્યતાઓ દિલ્હીના પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે.
વાયુ વાવાઝોડાએ દિશા બદલતા આગામી 17 અને 18 જૂનના કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ દિલ્હીના પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાત સરકારને સુચના આપી છે. ગુજરાત સરકારને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. વાયુ વાવાઝોડાએ દિશા બદલીતા હવે ગુજરાત પર ત્રાટકશે.
આ લોકોએ બનાવ્યો ‘સીડ બોમ્બ’, ચોમાસામાં જ્યાં ફેકશો ત્યાં ઉગશે ‘વૃક્ષ’
વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું નથી. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આપાવામાં આવી છે, કે વાયુ વાવાઝોડાને અંગે એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાવાઝોડા વાયુએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. વાયુ વાવાઝોડું ઓમાન બાજુ ફંટાઈ હતું. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાવામાં આવ્યા હતા.