વડોદરા : અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટ સહિતનાં મહાનગરમાં કોરોના ખુબ વકર્યો છે. દિવસે દિવસે વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસને લઇ સોમવારે દિલ્લીની આરોગ્ય વિભાગની ટીમ વડોદરાની મુલાકાતે પહોંચી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 4 અધિકારીઓએ વડોદરામાં કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાને લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તો આ દરમિયાન રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રનાં અધિકારીઓ ધ્વારા સંભવિત કોરોનાના દર્દીઓની સારવાર, કોરોના પોઝિટિવ આવ્યા બાદ લેવાનારી કાળજી સહિતની બાબતો અંગે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. 


સૌથી મહત્વનું છે કે આ અધિકારીઓએ કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સ મેડિકલ કર્મચારીઓને કઇ રીતે સુરક્ષા અને તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શ આપ્યું હતું. કઇ રીતે પોતાનું સ્વાસ્થય જાળવી શકાય અને પોતાના ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોંગ રાખવા માટે કઇ રીતે શારીરિક અને માનસિક રીતે પ્રતિબદ્ધ રહેવું તે અંગે ચર્ચા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube