શિકારી ખુદ યહા શિકાર હો ગયા! શિકારીને જ ગોળી વાગતા જંગલમાં નિપજ્યું મોત
જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં ગુરૂવારે મોડી રાત્રે નીલગાયનો શિકાર કરવા આવેલી ટોળકીએ ખાનગી રિવોલ્વરમાંથી નીલ ગાય પર ફાયરિંગ કર્યું હતું. જો કે ફાયરિંગમાં ટોળકીનાં જ એક સાગરીતને છાતીમાં ગોળી વાગતા મોત નિપજ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામના નીલ ગાયનો શિકાર કરતી ટોળકી મોડી રાત્રે વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાના ચોરંદામાં નીલગાયનો શિકાર કરવા માટે ગઇ હતી.
વડોદરા : જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં ગુરૂવારે મોડી રાત્રે નીલગાયનો શિકાર કરવા આવેલી ટોળકીએ ખાનગી રિવોલ્વરમાંથી નીલ ગાય પર ફાયરિંગ કર્યું હતું. જો કે ફાયરિંગમાં ટોળકીનાં જ એક સાગરીતને છાતીમાં ગોળી વાગતા મોત નિપજ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામના નીલ ગાયનો શિકાર કરતી ટોળકી મોડી રાત્રે વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાના ચોરંદામાં નીલગાયનો શિકાર કરવા માટે ગઇ હતી.
ટોળકી દ્વારા નીલ ગાયનો સિકાર કરતી વખતે મિસ ફાયર થયું હતું. જેમાં ટોળકીના સાગરીત આસીફ ઝગારીયાવાલાને ગોળી વાગતા ઇજા પહોંચી હતી. જેથી ટોળકી ઇજાગ્રસ્ત વ્યક્તિને લઇને ભરૂચ પહોંચી હતી. જ્યાં સ્થાનિક હોસ્પિટલમાં તેને સારવાર માટે લઇ જવાયો હતો. જો કે સારવાર માટે ખસેડવા દરમિયાન રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. દરમિયાન આજે સવારે આ બનાવની જાણ કરજણ પોલીસને થતા કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાતને રમત-ગમત ક્ષેત્રે આગળ વધારવા સરકારે એક જ દિવસમાં 31 કરોડની ભેટ આપી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંડા ગામે આસીફ ઝગારીયાવાલા તેઓના એક અન્ય મિત્ર સાથે ગુરૂવારે સાંજે 7 વાગ્યે જંગલી જાનવરના શિકાર માટે બહાર ગયા હતા. ત્યારે તેના ભાઇ પર રાત્રે 11 વાગ્યે અજાણ્યા મોબાઇલ પરથી ફોન આવ્યો કે તેના ભાઇને ગોળી વાગી છે. જેથી આસીફનો ભાઇ ઘટના સ્થળે પહોંચ્યો અને આસીફને લાવી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. હાલ તો ગુનો નોંધી તપાસ આદરી છે. મૃતકના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરાતા મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube