દિવ્યેશ જોશી/રાજકોટ: જિલ્લાના જામકંડોરણા નજીક ભાદર નદીનાં કાઠે થી મળી આવેલ યુવકની હત્યા કરાયેલ લાશનો ભેદ ઉકેલાયો છે. યુવકની તેની જ પ્રેમિકા અને પ્રેમિકાનાં પતિએ સહિતનાઓ એ મળી હત્યા નિપજાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે હત્યાને અંજામ આપનાર પ્રેમિકા તેના પતિ સહિત ત્રિપુટીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી હોસ્પિટલોમાં બાઉન્સર ‘રાજ’ ! પેન્થર એજન્સી પર ભાજપના કયા નેતાના ચાર હાથ


તમે એવા ઘણા કિસ્સાઓ જોયા હશે. જેમાં પ્રેમી અને પ્રેમિકા સાથે મળી પ્રેમિકાનાં પતિની હત્યા નીપજાવી હશે. ત્યારે રાજકોટમાં એક અલગ પ્રકારની ઘટના બની છે, જેમાં એક પ્રેમિકાએ પતિ સાથે મળી પ્લાન બનાવી તેના જ પ્રેમીની પતિ સાથે મળી હત્યા નીપજાવી છે


ગત તારીખ 26 માર્ચના રોજ ભાદર નદી નાં કાઠે થી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી જેનું ફોરેન્સિક પીએમ કરાવતા યુવકને ગળા અને પેટના ભાગે તિક્ષણ હથિયાર તેમજ માથાના ભાગે હેમરેજ જેવી ઈજાનાની કારણે મોત થયાનું બહાર આવ્યું હતું. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃત્યુની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. 


ચોમાસાની પ્રથમ આગાહી, જાણો આ વર્ષે કેટલો વરસાદ પડશે? કેટલી છે દુષ્કાળની સંભાવના?


તપાસમાં યુવક ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામનો શીવાભાઈ ચોસાભાઇ દૂધવાળા હોવાનું સામે આવ્યું હતું તેના પરિવારજનોની પૂછપરછમાં મૃતક શિવાને મૂળ મધ્યપ્રદેશની અને હાલ જામકંડોરણા ના દુધીવદર ગામે વાડીમાં ખેત મજૂરી કામ કરતી રેશ્મા સાથે નવ મહિના પહેલા આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો જે અંગેની જાણ રેશમાના પતિને થતા તે હેરાન કરતો હતો.


VS હોસ્પિટલમાં ગુંડારાજ : ZEE 24 Kalak ની મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરાઈ


પોલીસને આ વાત ની જાણ થતાં તાત્કાલિક ધોરણે બાતમી આધારે રેશમા તેનો પતિ હરતિયા ડાવર અને મુકેશ ડાવર ને ઉઠાવી આગવી ઢબે પૂછપરછ કરતા ત્રિપુટી પોપટ બની ગઈ હતી. પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે મૃતક શિવો અને રેશમા પ્રેમમાં હતાં  એક વર્ષ પહેલા શિવાએ રેશ્માને જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી ભગાડી લીધી હતી અને ત્યાર બાદ બંને સાથે એક મહિનો રહ્યા બાદ રેશમા પરત પતિ નાં ઘરે આવી ગઈ હતી. જેનો ખાર હજુ સુધી રેશમાનાં પતિને હતો જેથી રેશમાનાં પતિ હરતિયા એ રેશમા પાસે શિવા ને ફોન કરાવી પતિ હેરાન કરે છે અને તેડી જવાનો ગત ૨૨ માર્ચના રોજ ફોન કરાવ્યો હતો.


કોણ છે એ ગુજરાતી શિક્ષક, જેમને પીએમ મોદીએ દિલ્હી બોલાવીને દિલ ખોલી વખાણ કર્યાં


પ્રેમમાં અંધ બનેલ શિવો જેવો રેશમા ને તેડવા ગયો ત્યારે તેને છરી અને કુહાડી નાં ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતરી દીધો અને ત્યાર બાદ શિવા ની લાશ ભાદર ડેમમાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે રેશમા સહીત ત્રિપુટી ની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.


ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો


સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે રાજકોટ પોલીસ સમ્યાંતરે સામાજિક કાર્યક્રમ યોજતી હોય છે જેમાં સમાજમાં જાગૃતતા લાવવા તેમજ ક્રાઇમરેટ ઘટાડવું તેમ જ નાની-નાની વાતમાં કાનૂન હાથમાં ન લેવો.. પરંતુ લોકો પોલીસની મદદ લેવાને બદલે પોતાની મેળે જ કાયદો હાથમાં લઇ મારા-મારી, હત્યા નીપજાવી સહિતની ઘટનાની અંજામ આપતા એક મિનિટ પણ વિચાર કરતા નથી.