ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો

કાળઝાળ ગરમીથી સળગી શકે છે તમારી કાર, જાણો બચાવવા માટે શું કરવું જોઈએ? ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે આપણે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે કારમાં આગ ન લાગે માટે શું કરવું જોઈએ. 

ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો

નવી દિલ્હીઃ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. આગામી કેટલાંક દિવસોમાં ગરમી વધુ આકરી બનવાની છે. એવામાં ગરમીમાં ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગરમીની સિઝનમાં ગાડીમાં આગ લાગવાની શક્યતા વધારે હોય છે. શું છે તેની પાછળનું કારણ એ પણ જાણવા જેવું છે. 

કેમ લાગે છે ગાડીઓમાં આગ? 
ગરમીની સિઝનમાં ગાડીઓમાં આગ લાગવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને એન્જિન વધુ પડતુ ગરમ થઈ જાય ત્યારે પણ ગાડીમાં આગ લાગતી હોય છે. સતતા લાંબા રૂટ પર ગાડી ચાલી રહી હોય એના કારણે પણ ગાડીમાં આગ લાગી શકે છે. ગાડીમાં કૂલન્ટનું પ્રમાણ ઘટવાને કારણે પણ ગાડીમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. આ ઉપરાંત વાયરિંગમાં પ્રોબ્લેમ શોર્ટ સર્કિટને કારણે પણ ગાડીમાં આગ લાગી શકે છે. સીએનજી ગાડીઓમાં આગ લાગવાનું પ્રમાણ વધારે હોય છે. કારણકે, સીએનજી કીટ લીક થવાની સંભાવના વધારે હોય છે.

ઉત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે.. ત્યારે આવી સ્થિતીમાં હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડી શકે છે. ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તમારે તમારી સાથે તમારું વાહન પણ તૈયાર કરવું પડશે. ત્યારે તમારી કારને ઉનાળાની ઋતુ માટે તૈયાર કરવા માટે અમે લાવ્યા છીએ 5 ઉપાયો આપણા માટે...

ગાડીનું એસી ચેક કરી લેવું-
ઉનાળાની શરૂઆત થતાં જ તમારે તમારી કારનું એસી સિસ્ટમ તપાસી લેવી જોઈએ... કેમકે ખરાહ એસીના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે... સૌ પ્રથમ, તમારા એસી વેન્ટ્સને સાફ કરો અને જો જરૂરી હોય તો એસી ગેસ ભરો. આ ઉપરાંત, તમે એસી સિસ્ટમમાં કોઈપણ લીકની પણ તપાસ કરી શકો છો.

સનશેડ-
કાળઝાળ ગરમીથી બચવા માટે તમે સનશેડની ખરીદો લો. કારણે તાપમાં કાર ઉભી હોય તો સનશેડ કારના કારણે કારને મોટાપ્રમાણમાં ઠંડી રાખી શકે છે. ઉપરાંત, વિન્ડસ્ક્રીનને ઢાંકવા માટે બજારમાં સનશેડ્સ ઉપલબ્ધ છે અને આ પ્રકારના સનશેડ્સ ઉનાળામાં વધુ અસરકારક છે.

કારના ટાયરો પણ તપાસી લો-
કાળઝાળ ગરમીના કારણે રસ્તાો પણ તપે છે.ઉનાળાની ઋતુ પહેલા ટાયર ચેક કરી લેવા જોઈએ. ટાયરમાં કોઈ ખામી હોય તો, ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે ટાયર બદલવું વધુ સારું છે.

સૌર ઉર્જાથી ચાલતો પંખો-
હાલમાં બજારમાં એક નવા પ્રકારનો સોલાર પંખો ઉપલબ્ધ છે. આ પંખો ખાસ કરીને કારના અંદરના ભાગમાંથી ગરમ હવાને દૂર કરે છે... આ સૌર પંખો કારની બારીમાં વ્યવસ્થિત રીતે ફીટ થાય છે... અને ગરમ હવાને બહાર ફેકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news