ફેસબુક પર `સુંદર સ્ત્રી` ભાળીને `ગાંડા` ના બનતા! સુરતમાં આ રીતે બે લોકો બન્યા હનીટ્રેપનો શિકાર
લોકો પાસેથી પૈસા પડાવવા માટે અત્યારે હનીટ્રેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. ફરી એકવાર સુરતમાં પણ આવી જ ઘટના સામે આવી છે. મુંબઈના આધેડ દરજી અને અમદાવાદના યુવા દરજી સાથે સુરતના કામરેજમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે.
સંદીપ વસાવા/કામરેજ: કામરેજ વિસ્તારમાંથી ફરીવાર એકસાથે બે હનીટ્રેપની ઘટના સામે આવી છે, મુંબઇ અને અમદાવાદના દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે હનીટ્રેપની ઘટના બની છે. ફેસબુક પર દોસ્તી કરી ગેંગ દ્વારા હનીટ્રેપ કરાતું હતું. પોલીસે મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.
અંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિ
કામરેજ પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગની એક મહિલા ફેસબૂક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતી. ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી લઈ તેને જાળમાં ફસાવતી હતી. અને ત્યારબાદ યેનકેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલ વ્યક્તિને પોતાની નિયત કરેલ જગ્યાએ બોલાવી નક્કી કરેલ પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને માર મારતા મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા, તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ સોના-ચાંદીના દાગીના એ.ટી.એમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતાં. કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.
14 દિવસ સુધી ખાંડ ન ખાવાથી શરીરમાં શું થશે, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?
મુંબઇ અને અમદાવાદ ખાતે રહેતા બે અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ મોડસ ઓપરેન્ડીથી હનીટ્રેપ થયા હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદ લખાવનાર વ્યક્તિ પાસે થી હનીટ્રેપ દરમ્યાન ની વાતચીત થઈ હતી. એ બે અલગ અલગ નંબર મેળવ્યા હતાં. જોકે બે પૈકી નો એક નંબર બંધ હતો. જ્યારે બીજો નંબર ચાલુ મળી આવતા.
ઈઝરાયેલ પર ફરી ઘાતક હુમલો, PM નેતન્યાહૂએ લાલચોળ થઈ કહ્યું- કબર ખોદી નાખીશ
લોકેશનના આધારે કામરેજ તાલુકાના નનસાડ ગામ જવાના માર્ગ પર આવેલ એક સોસાયટી માંથી મહિલા સહિત ચાર લોકો ને ઝડપી લીધા હતાં. પોલીસ તપાસમાં આ ચારેય આરોપીઓએ બંને વ્યક્તિ સાથે હનીટ્રેપ કરી હોવાની કબૂલાત કરી હતી. ચાર પૈકીના એક વ્યક્તિ કચ્છ ના ગાંધીધામ ખાતે અપહરણ કેસ માં અગાઉ પણ પોલીસ ના હાથે ઝડપાય ચુક્યો છે. પોલીસે આરોપી પાસેથી હનીટ્રેપ માં લૂંટ કરેલ બે સોનાની ચેન, ૨૭ હજાર રોકડ તેમજ ચાર મોબાઈલ કબ્જે કર્યા છે. હાલ તો આ ગેંગે અગાઉ કોઈ વ્યક્તિને હનીટ્રેપનો શિકાર બનાવ્યો છે કે કેમ તે અંગે કામરેજ પોલીસ વધુ ઉંડાણપૂર્વક તપાસ કરી વહુ કાર્યવાહી હાથ ધરી છે.