અમદાવાદ : દિવાળીના તહેવારો સમયે બેફામ બનેલા અમદાવાદીઓ બજારમાં ભારે ભીડ કરી સુપર સ્પ્રેડર જેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે હાલ કોરોનાની સ્થિતી અમદાવાદમાં ખુબ જ વિકટ બની છે. ખાસ કરીને કોરોનાના ગંભીર દર્દીઓમાં વધારો થયો હોવાના કારણે ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત છે. ડોક્ટર્સના અનુસાર વાયરસની પેટર્નમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે સિવિલ હોસ્પિટલના પૂર્વ નિયામક એમ.એમ પ્રભાકરે જણાવ્યું કે, હાલના કોરોના વાયરસની પેટર્ન બદલાઇ રહી છે. જેના કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ તહેવારોના કારણે બજારોમાં લોકોનાં ટોળા ઉમટી પડવાના કારણે સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાતા પણ કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 

આ અંગે નિષ્ણાંતોનો મત છે કે,  ઠંડીની સિઝન છે અને ઠંડીમાં શ્વાસ લેવાની સમસ્યા હોય તેમના માટે ખુબ જ વિકટ હોય છે. તેવામાં સંક્રમણ વધી રહ્યું છે. આ ઉપરાંત વાયરસની પેટર્નમાં પણ પરિવર્તન આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શરદી ઉધરસની સ્થિતીમાં જો કોરોના લાગુ પડે તો તેને રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે. તેથી લોકોએ સામાન્ય શરદી ઉધરસ ન થાય તેની તકેદારી તો રાખવી જરૂરી છે, સાથે સાથે કોરોનાનું સંક્રમણ લાગુ ન પડે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube