જામનગર : મહાનગરપાલિકાના સંકુલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો બિન ઉપયોગી પડી રહેતા મનપાની બેદરકારી સામે આવી છે. વિપક્ષ નેતા આનંદભાઇ રાઠોડએ સરપ્રાઈઝ ચેકિંગ કરતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની અનઆવડતને લીધે લાખો કરોડો રૂપિયાના સાધનો સંકુલમાં બિન ઉપયોગી પડી રહ્યા છે. હાલ આ તમામ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. વોર્ડના વિકાસ માટે વૃક્ષોના ટ્રી ગાર્ડ, સાફ સફાઈ માટેના સાધનો, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજની ગાડીઓ સહિતના સાધનો પાલિકાના સંકુલમાં બિન ઉપયોગી પડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ દુષ્કર્મ કેસ : પરિવારને ગાડીમાંથી ઉતારીને યુવકે કિશોરી સાથે દુષ્કર્મ કર્યું, બાદમાં ધમકી આપીને છોડી દીધી


આજરોજ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા આનંદભાઇ રાઠોડે સ્થળ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી પાલિકાની બેદરકારી સામે લઇ આવ્યા છે.  આગામી સમયમાં બિન ઉપયોગી સાધનોનો જો ઉપયોગ કરવામાં નહીં આવે તો વિરોધ પક્ષના નેતા આનંદભાઈ રાઠોડ દ્વારા જનતાને સાથે રાખી તમામ વસ્તુઓ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


બ્રહ્મલીન થયા હરિચરણદાસ મહારાજ, નર્મદા કાંઠે કરાઈ અંતિમ વિધિ, ચેતેશ્વર પૂજારા પણ ભાવુક થયો


જામનગર મનપાના વિપક્ષી નેતા આનંદભાઈ રાઠોડ આ મુદ્દે મનપા કમિશનર વિજય કુમાર ખરાડીને રજૂઆત કરી છે. વિપક્ષી નેતાએ જણાવ્યું કે, મનપાના લાખો કરોડો રૂપિયાના સાધનોની વહેલી તકે જો હરાજી કરવામાં આવે તો મહાનગરપાલિકાની આવકમાં વધારો થશે. પ્રજાના ટેક્સના રૂપિયાનો પણ વેડફાટ થતો અટકશે. પાલિકાના સંકુલમાં પડેલા સાધનો ભંગાર હાલતમાં ફેરવાયા છે અને અમુક ગાડીઓના તો કાચ તૂટી ગયેલી હાલતમાં છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે પાલિકાના કમિશનર દ્વારા આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube