તપન ઠાકર, વડોદરા: નવું કોઈપણ મૂવી આવે ત્યારે તે મુવી એચડીની લીંક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે લીંક અને આવી લિંક પર ક્લિક કરવાથી તમારૂ બેંક બેલેન્સ ખાલી થઇ શકે છે. આ એક ફિશીંગ લિંક છે. જેનો ઉદ્દેશ્ય જે વ્યક્તિ ક્લિક કરે તેના ડિવાઇઝમાં જઇને આઈ-ડી પાસવર્ડ સહિતની વિગતો ચોરવાની છે. જો આ પ્રકારના કિસ્સાઓમાં ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો તમારૂ ખીસ્સુ ખાલી થઇ શકે છે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે કોઇ નવી ફિલ્મ અથવા વેબ સીરીઝ આવે ત્યારે સાયબર માફિયાઓ એક્ટીવ થઇ જાય છે. અને મફતમાં એચ.ડી ક્વોલીટીની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટેની લિંક ફરતી કરી દે છે. હાલમાં ધી કાશ્મીર ફાઇલ ફિલ્મ મફતમાં જોવા માટેની લિંક વાયરલ થઇ છે. એકબીજાને મદદ કરવાના ઉદ્દેશ્યથી આ પ્રકારની લિંક આસાનીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. પરંતુ આ લિંક વાયરલ કરવાનો ઉદ્દેશ્ય મફતમાં મનોરંજન પીરસવાનું ક્યારેય નથી હોતુ. તેનો ઉદ્દેશ્ય ડિવાઇઝમાં એન્ટર થઇને સાયબર માયાજાળમાં ફસાવવાનું હોય છે.

આ નજારો યુક્રેન-રશિયાના યુદ્ધથી કમ નથી!!! જામનગર પાસે થઇ રહ્યા છે બ્લાસ્ટ, જાણો શું છે મામલો


સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવર્કરે જણાવ્યું હતું ધી કાશ્મિર ફાઇલ ફિલ્મ મફતમાં જોવા માટે બે લિંક વાયરલ થઇ છે. વાયરલ લિંક અંગે વધુ અભ્યાસ કરતા માલુમ પડ્યું કે, આની પર ક્લિક કરવાથી ડિવાઇઝના ડેટા, સર્ચ હિસ્ટ્રી મહત્વની એપ્લીકેશનના આઇડી પાસવર્ડ સુધીની વિગતો અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે. આમાં ખાસ કરીને બેંન્કિંગ માલવેર મુકવામાં આવ્યો છે. 


જે બેંકની ડિટેલ્સ આસાનીથી ડિવાઇઝમાંથી મેળવી શકે છે. વાયરલ લિંકમાં અમેરિકાના સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની મોટાભાગની ડિટેલ છુપાવવામાં આવેલી છે. સાયબર એક્સપર્ટ, ઝી 24 કલાકના વાચકોને જણાવવામાં આવ્યું છે કે આવા પ્રકારને કોઈ પણ લીંક પર ક્લિક કરવું નહીં અને આ પ્રકારની કોઇ પણ લિંક કોઈ પણ બીજાને શેર કરવી નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube