* ગુજરાતના 38 તાલુકાઓમાંથી અન્ન સુરક્ષાના 3.96 લાખ કાર્ડ ડિલીટ કરાયા
* અગ્રતાક્રમની યાદીમાંથી નામ બાદ થવાથી 15 લાખ લોકો રાશનથી વંચિત
* માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા કરવામાં આવેલ RTI અરજીમાં બહાર આવી વિગત
* 10 જિલ્લા ના 38 તાલુકામાં છેલ્લા 4 વર્ષમાં 3.96 લાખ કાર્ડ ડિલીટ અને નોન-NFSA માં તબદીલ કરાયા
*  કેટલાક કિસ્સાઓમાં નામ ડિલીટ કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કરવામાં આવી  હોવાનો માહિતી અધિકાર ગુજરાત પહેલનો દાવો 
* માત્ર 2 મહિના કોઈ રાશન લેવા ન જઈ શક્યા હોય તેવા પરિવારોને કાયમ માટે યાદી માથી બાકાત કરાયા
* નાગરિકે સરનામું બદલ્યું હોય તો પણ કાર્ડ નોન-NFSA માં તબદીલ કર્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : પરિવારે કાર્ડનું વિભાજન કર્યું હોય, નવું કાર્ડ કઢાવ્યું હોય અથવા રાશન ઓછું મળ્યાની ફરિયાદ કરી હોય તો પણ તેમનું નામ યાદીમાંથી બાકાત કર્યાના અનેક દાખલા સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે RTI માં આપેલ જવાબમાં ગુજરાતને 3.82 કરોડ લોકો માટેનું અનાજ ફાળવ્યાનું કબુલ્યુ હતું. સાંસદમાં રજૂ કરાયેલ વિતરણના આંકડા અનુસાર ગુજરાત સરકારે સરેરાશ 3.21 કરોડ લોકો સુધી અનાજ પહોંચાડાયું. બંને આંકડા વચ્ચે 60 લાખ નો ફર્ક  હોવાનું સામે આવ્યું. સરકારે વિભાજનબાદ APL કરેલા લોકોને ફરી આવરી લેવાનો અને વધુ 10 લાખ કાર્ડનો યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો.


જૂનાગઢ રોપ વે પ્રોજેક્ટ: પાવાગઢ કરતા 6 ગણું ભાડુ, આ અમીરોનું પ્રતિક? CMને પત્ર લખાયો


માહિતી અધિકાર ગુજરાત પહેલના સચિવ પંક્તિ જોગ કહે છે કે, યાદીમાથી નામ ડિલીટ થયા હોય તે પરિવારની સંખ્યા ખરેખર ખુબજ મોટી છે. આ માત્ર 38 તાલુકાઓની જ વિગતો મળી છે. માહિતી અધિકાર કાયદા અંતર્ગત કરેલ અરજીમાં બાકીના જિલ્લા તાલુકાઓની વિગત પણ મળશે.” તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે RTI માં આપેલ જવાબમાં ગુજરાતને 3.82 કરોડ લોકો માટેનું અનાજ ફાળવ્યું છે, તેમ કહ્યું છે, જ્યારે સાંસદમાં રજૂ કરાયેલ વિતરણના આંકડા અનુસાર ગુજરાત સરકાર સરેરાશ 3.21 કરોડ લોકો સુધી અનાજ પહોંચાડે છે. આ 60 લાખ ઉપરનો ફરક આ આડેધડ નામ કમી કરવાની પદ્ધતિના લીધે થઈને છે. 


મોટુ કૌભાંડ! સરકારી કોન્ટ્રાક્ટ લેતા લોકો ખાસ વાંચો નહી તો ખાલી થઇ શકે છે તમારૂ એકાઉન્ટ


બજેટની જોગવાઇ હોવા છતાં કેટલાય વખતથી 60 લાખ લોકોને અનાજથી વંચિત રાખવાનું અપરાધ સરકાર દ્વારા થયો છે. આ સંસદમાં પસાર થયેલ કાયદાનો અપમાન તો છે જ પણ લોકોના જીવવાના અધિકારની પણ અવગણના ઉલ્લઘન છે. તાજેતરમાં સરકારે વિભાજનબાદ APL કરેલા લોકોને ફરી આવરી લેવાનો અને વધુ 10 લાખ કાર્ડનો યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે, તે સારી બાબત છે. એક બાજુ પોષણ વર્ષ તરીકેની ઉજવણી કરી બીજી બાજુ કુપોષણ વધારો થાય તે પ્રકારની પ્રક્રિયા સતત 4 વર્ષ સુધી ચાલે તે વહીવટની ખામી દર્શાવે છે, અને સરકારે તે માટે જવાબદારની સામે પગલાં લેવા જોઈએ. વધુમાં, કાયદાની જોગવાઈ જોતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને કુલ 4.11 કરોડ લોકોને આપણે આવરી લઈ શકીએ તેવી જોગવાઇ છે. પણ તે માટે રાજ્ય સરકારે, બીજા રાજ્યોની જેમ 2020ની ખરેખરની જનસંખ્યાના પ્રમાણમાં દરખાસ્ત મૂકી વધારાની જથ્થાની માંગણી કરવી પડે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube