જૂનાગઢ રોપ વે પ્રોજેક્ટ: પાવાગઢ કરતા 6 ગણું ભાડુ, આ અમીરોનું પ્રતિક? CMને પત્ર લખાયો

  એશિયાના સૌથી મોટો ગિરનાર ટેમ્પલ રોપવે ચાલુ થયાને એક દિવસ પણ વિત્યો નથી ત્યાં એ મુદ્દે રાજનીતિ શરૂ થઇ ચુકી છે. રવિવારે હજી તો વડાપ્રધાન મોદી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક તરફ અંબાજી દર્શનના કારણે લોકોમાં ઉત્સાહ છે. બીજી તરફ ઉષા બ્રેકો કંપનીની ટિકિટના ઉંચા ભાવને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢવાસીઓનું વર્ષો જુન સ્વપ્ન હતું કે, રોપ વે યોજના સાકાર થાય. જો કે રોપવેની ટિકિટનો ભાવ વધારે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલની ટિકિટના દર 600+ 18% જીએસટી છે. જ્યારે 14 નવેમ્બર બાદ ટિકિટના દર 700+18% જીએસટી સાથે 826 થશે.

Updated By: Oct 26, 2020, 10:51 PM IST
જૂનાગઢ રોપ વે પ્રોજેક્ટ: પાવાગઢ કરતા 6 ગણું ભાડુ, આ અમીરોનું પ્રતિક? CMને પત્ર લખાયો
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢ:  એશિયાના સૌથી મોટો ગિરનાર ટેમ્પલ રોપવે ચાલુ થયાને એક દિવસ પણ વિત્યો નથી ત્યાં એ મુદ્દે રાજનીતિ શરૂ થઇ ચુકી છે. રવિવારે હજી તો વડાપ્રધાન મોદી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક તરફ અંબાજી દર્શનના કારણે લોકોમાં ઉત્સાહ છે. બીજી તરફ ઉષા બ્રેકો કંપનીની ટિકિટના ઉંચા ભાવને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢવાસીઓનું વર્ષો જુન સ્વપ્ન હતું કે, રોપ વે યોજના સાકાર થાય. જો કે રોપવેની ટિકિટનો ભાવ વધારે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલની ટિકિટના દર 600+ 18% જીએસટી છે. જ્યારે 14 નવેમ્બર બાદ ટિકિટના દર 700+18% જીએસટી સાથે 826 થશે.

મોટુ કૌભાંડ! સરકારી કોન્ટ્રાક્ટ લેતા લોકો ખાસ વાંચો નહી તો ખાલી થઇ શકે છે તમારૂ એકાઉન્ટ

જેને લઇ સ્થાનિકોમાં વિરોધનો સુર ઉઠ્યા છે. આ અંગે જુનાગઢના વર્ડનંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, રોપવે લૂંટની ઘટનાઓ જોવા મળી રહ્યા છે. જુનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ જણાવ્યું કે, રોપવેની ટિકિટ 300 રૂપિયા રાખવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. 

ગુજરાતમાં એસિડ એટેક ! નિંદ્રાધીન મહિલા પર એસિડ એટેક થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ ટિકિટ મુદ્દે જણાવ્યું કે, જુનાગઢમાં રોપવે ચાલુ થતા ઉષા બ્રેકો કંપનીએ 750 ભાવ રાખ્યો છે. જેથી જુનાગઢના ધારાસભ્ય તરીકે કહુ છું કે, 750 રૂપિયા ભાવ ગરીબ વર્ગ કે મજુરવર્ગને પોષાય તેમ નથી. પાવાગઢમાં રોપવેની ટિકિટ 150 રૂપિયા છે. જેના કરતા ગિરનારની લંબાઇ 3 ગણી છે અને ભાવ 6 ગણો છે. જેથી ભાવ અયોગ્ય છે. અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે, ભાવન 300 રૂપિયા કરવામાં આવે તે જરૂરી છે નહી તો આ રોપવે અમીર લોકોનું પ્રતિક બની જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube