રાજુલાની રાણી ‘ક્વિને’ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, બચ્ચાની સલામતી માટે સિંહણે 300 કિ.મીનું અંતર કાપ્યું…
ગીરની ગૌરવગાથામાં એક નવું છોગું ઉમેરે છે. ગીરના જંગલમાંથી ચારે દિશામાં સિંહ પરિવારો ફેલાયા છે અને તેમાં રાજુલા પંથકનો પણ સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં અહીં સિંહો વસવા લાગ્યા છે તેમાંની એક સિહણે અભ્યાસુઓનું ધ્યાન ખેંચ્યું છે.
કેતન બગડા/અમરેલી: એશિયાટિક અને આફ્રિકન સિંહોના ઇતિહાસમાં પહેલી વખત 2 વલ્ડ રેકોર્ડ થયો છે. આ સિંહણનું નામ છે "કવિન રાજુલાની રાણી" એ પોતાના વિસ્તારમાં સ્થાયી થવા માટે અને પોતાના બચ્ચાની શોધખોળ માટે 300 કિલોમીટર સુધી સંઘર્ષ કરતા વનવિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું. અંતે રાજુલાના રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરાતા સિંહ નિષ્ણાંતોએ વનવિભાગનો આભાર માન્યો હતો.
અંબાજી સાથે શું છે મોહનથાળનું કનેક્શન? લોટ બદામી રંગનો થાય પછી કેમ કરાય છે વિધિ?
દેશની શાન ગણાતા સાવજોમાં આજે એક વર્લ્ડ રેકોર્ડ રચાયો છે. અમરેલી જિલ્લામાં આવેલ થોડા મહિના પહેલા રાજુલાના રેવન્યુ વિસ્તારમાં સિંહણ તેમના બચ્ચાં સાથે ફરતી હતી. આ વચ્ચે 1 વ્યક્તિ નજીક પસાર થતા સિંહના બચ્ચાને બચાવવા જતા સિંહણ દ્વારા સામાન્ય ઇજાઓ કરી હતી. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા આ સિંહણને ગીર અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરી હતી. જેથી આ વિસ્તારમાં કોઈ ઘટના ન બને અને આ ગીર અભયારણ્ય જંગલમાં રાજુલાની રાણી માનવામાં આવતી હતી અને એ સમયે તેમના 4 બચ્ચા સાથે હતા અને અન્ય સિંહોએ પોતાના વિસ્તારમાં વર્ચસ્વની લડાઈમાં ઇનફાઈટ થવાના કારણે 3 સિંહબાળના મોત થયા.
આ છે વિશ્વની સૌથી વિચિત્ર- રહસ્યમય જગ્યા, જ્યાં મંદબુદ્ધિના લોકો પણ બની જાય છે ચાલાક
ત્યારબાદ એક સિંહબાળ સાથે સિંહણ તેમને બચાવવા ફરી પોતાના વિસ્તારમાં સ્થાયી થવા માટે ફરતી ફરતી પોરબંદર શહેર સુધી પહોંચી. અલગ અલગ વિસ્તારમાંથી 300 જેટલા કિલોમીટર સુધી પહોંચી જતા વનવિભાગ ચોંકી ઉઠ્યું. જોકે આ 300 કિલોમીટર સુધીનો આ સિંહણનો સંઘર્ષ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હોવાનું સિંહ નિષ્ણાંતો માની રહ્યા છે. આ ઘટનાની ગંભીરતા સમજી સિંહબાળ સિંહણ ભટકતા ભટકતા કોઈ અકસ્માત અથવા તેમની સુરક્ષાને ધ્યાને લઇ વનવિભાગ દ્વારા રાજુલા રેવન્યુ વિસ્તારોમાં મુક્ત કરી દેવાય છે.
મનપસંદ છોકરી માટે આ દેશમાં ખૂંખાર વ્હેલ માછલીનો તોડી લાવવો પડે છે દાંત
સિંહો ઉપર સંશોધન કરનારા સિંહ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આ કવીન રાજુલાની રાણી છે અને પ્રભાવશાળી સિંહણ છે. તેમનો ભવ્ય દેખાવ શૂરવીરતા અન્ય મોટાભાગે નીલગાય જેવા જ મારણો કરે છે. સામાન્ય પશુ જેવા ખૂબ ઓછા મારણો કરે છે. ઉપરાંત અન્ય સિંહોને સાથે રાખે જેથી અન્ય સિંહો આ રાણીની રાહ જોઈ બેઠા હતા. જેના કારણે કવીન તરીકે પ્રસિદ્ધ થઈ છે. તેમનો પ્રેમ સ્નેહ સિંહ ઉપર સંશોધન કરનારા જૂનાગઢના ડોકટર જલ્પન રૂપાસરાએ તો આ સિંહણ માટે વનવિભાગનો આભાર વ્યક્ત કરી સિંહણની ખાસિયતો શુ છે વિશેષતા શુ છે તે જાણકારી આપી હતી.
ઊંધું ઘાલીને સ્પ્રાઉટ્સ ખાનારા ચેતજો! નહીં તો ફાયદો થવાને બદલે થશે મોટું નુકસાન
રાજુલા રેવન્યુ વિસ્તારમાં હાલમાં સિંહણની એક એક મુમેન્ટ ઉપર વનવિભાગ નજર રાખી રહ્યું છે અને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કેવી રીતે રહે છે. ક્યાં વસવાટ કરી રહી છે. આ બધી બાબતે કવીન સિંહણ ઉપર વિશેષ નજર છે. ઉપરાંત આ વિસ્તારમાં આ પહેલી કવીન નથી. અહીં અગાવ લક્ષ્મી સિંહણ હતી. આજે મેઘરાજ સાવજ પણ હતો. જોકે આ મેઘરાજ ખૂંખાર હતો, અનેક સિંહો સાથે ઘર્ષણ કરતો હતો. ત્યારબાદ તેમના અવસાન બાદ હવે આ કવીને રાજુલાની રાણી તરીકે અનોખી ઓળખ જોવા મળી રહી છે.