અહીં રોજેરોજ ઘટે છે વિચિત્ર અને રહસ્યમય ઘટનાઓ! જ્યાં મંદબુદ્ધિના લોકો પણ બની જાય છે ચાલાક

Mysterious Place In Russia Molyobka Triangle Mystery: દુનિયામાં ઘણા એવા રહસ્યો છે, જેમનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. આવા રહસ્યો કે જે વિજ્ઞાન માટે પણ એક પડકાર છે. આજે અમે તમને આવી જ એક રહસ્યમય જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

અહીં રોજેરોજ ઘટે છે વિચિત્ર અને રહસ્યમય ઘટનાઓ! જ્યાં મંદબુદ્ધિના લોકો પણ બની જાય છે ચાલાક

Mysterious Place In Russia Molyobka Triangle Mystery: 'બરમુડા ટ્રાયેન્ગલ'નું નામ તો તમે સાંભળ્યું જ હશે, જ્યાં રહસ્યમય રીતે નાના મોટા અનેક જહાજો ગાયબ થઈ જાય છે અને આજ સુધી કોઈ તેનું રહસ્ય ઉકેલી શક્યું નથી. ત્યારે રશિયામાં પણ એક એવું જ રહસ્યમય સ્થળ છે, જે વૈજ્ઞાનિકો માટે આજે પણ એક કોયડો બનીને રહી ગયું છે. જો કે તેની કહાની 'બરમુડા ટ્રાયેન્ગલ'થી થોડી અલગ છે, પરંતુ નામ બિલકુલ સમાન છે. આ સ્થળ એમ-ટ્રાયેન્ગલના નામથી જાણીતું છે અને તે શા માટે પ્રખ્યાત છે તે પણ અમે તમને જણાવીશું, પરંતુ આના પરથી જાણીશું કે આ અજીબોગરીબ જગ્યા ખરેખર છે ક્યાં?

No description available.

રશિયાના સૌથી રહસ્યમય વિસ્તારોમાંનું એક
એમ-ટ્રાયેન્ગલ રશિયાના પર્મ શહેરમાં છે. રાજધાની મોસ્કોથી લગભગ 600 માઈલ પૂર્વમાં ઉરાલ પર્વતો પાસે 'મોલ્યોબ્કા' નામનું ગામ છે. વાસ્તવમાં એમ-ટ્રાયેન્ગલ એટલે મોલ્યોબ્કા ટ્રાયેન્ગલ છે. આ રશિયાના સૌથી રહસ્યમય વિસ્તારોમાંનું એક છે. એક સમય હતો જ્યારે આ વિસ્તાર સ્થાનિક માનસી લોકો માટે પવિત્ર માનવામાં આવતો હતો. હવે આ જગ્યા રહસ્યમય બની ગઈ છે.

વાહનોનો અવાજ ક્યાંથી આવ્યો તે હજુ પણ રહસ્ય
આ રહસ્યમય સ્થળને પર્મ ક્ષેત્રનો એમ-ટ્રાયેન્ગલ અથવા 'પર્મ વિષમ ઝોન' પણ કહેવામાં આવે છે, જે 70 ચોરસ માઇલમાં ફેલાયેલો છે. આ વિસ્તાર 1980માં ચર્ચામાં આવ્યો જ્યારે અહીં રહસ્યમય અવાજો સંભળાવા લાગ્યા. આ અવાજો અચાનક સંભળાવા લાગે છે. એવું કહેવાય છે કે સંશોધકોએ અહીં ટ્રાફિકનો અવાજ એટલે કે આવતા-જતા વાહનોનો અવાજ રેકોર્ડ કર્યો છે. એવું લાગે છે કે જાણે કોઈ હાઈસ્પીડ વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું છે, જ્યારે આશ્ચર્યની વાત એ છે કે અહીંથી સૌથી નજીકનો રસ્તો લગભગ 40 કિલોમીટર દૂર છે. વાહનોનો અવાજ ક્યાંથી આવ્યો તે હજુ પણ રહસ્ય છે.

No description available.

અહીં ઘણી વખત ઉડતી રકાબી પણ જોવા મળી
જેમ માનવીના રોજિંદા જીવનમાં સામાન્ય ઘટનાઓ બને છે, તેવી જ રીતે એમ-ટ્રાયેન્ગલમાં 'અસામાન્ય' ઘટનાઓ બને છે. જેમ વાદળોની વચ્ચેથી પ્રકાશનું એક કિરણ પૃથ્વી પર પહોંચતું દેખાય છે, તેમ અચાનક જ ગાઢ જંગલોમાં વિચિત્ર પારદર્શક વસ્તુઓ દેખાવા લાગે છે અને આકાશમાં વિચિત્ર પ્રતીકો કે અક્ષરો દેખાવા લાગે છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અહીં ઘણી વખત ઉડતી રકાબી પણ જોવા મળી છે.

No description available.

મંદબુદ્ધિ વ્યક્તિ અહીં થોડા દિવસ વિતાવે તો તે ચતુર બની જાય
આ રહસ્યમય જગ્યા વિશે એવું પણ કહેવાય છે કે જો કોઈ મંદબુદ્ધિ વ્યક્તિ અહીં થોડા દિવસ વિતાવે તો તે ચતુર બની જાય છે. આ અજીબોગરીબ જગ્યા પર આવીને એવું લાગે છે કે અહીં ચોક્કસ કોઈ ચમત્કારિક શક્તિ છે. અહીં પૃથ્વીથી દૂર કોઈ અજાણી કે બીજી દુનિયામાં આવ્યા હોય તેવું પ્રતિત થાય છે. એવું કહેવાય છે કે 'પર્મ ઝોન'માં આવનાર ગંભીર બીમાર વ્યક્તિ પણ જાતે જ સાજા થઈ જાય છે.

No description available.

આ રહસ્યમય ટેકરાને ‘કોલ બોક્સ’ કહેવામાં આવે છે
એમ-ટ્રાયેન્ગલ વિશે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં ઘણી કંપનીઓના મોબાઇલ નેટવર્ક્સ હાજર છે, પરંતુ તેમ છતાં, ફોન અહીં કામ કરતા નથી. જો કે, અહીં એક રહસ્યમય ‘માટીનો ટેકરો’ પણ છે, જો તમે તેના પર ચઢો તો તમે દુનિયાના કોઈપણ ખૂણે ફોન કરી શકો છો, પરંતુ ટેકરા પરથી નીચે ઉતરતાની સાથે જ કોલ આપોઆપ ડિસ્કનેક્ટ થઈ જાય છે. આ રહસ્યમય ટેકરાને ‘કોલ બોક્સ’ કહેવામાં આવે છે.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news