* વાપી ના વેપારી પાસેથી 50 કરોડ લૂંટવાની યોજના 
* ગુનાને અંજામ આપવા જતા પહેલા નડી ગયું લોકડાઉન
* એમપી થી ખાસ હથિયાર ફૂલપ્રૂફ લૂંટ અને અપહરણનો બનાવ્યો હતો પ્લાન 
* 50 કરોડ ન મળે તો વેપારીનું અપહરણ કરી ખંડણી માંગવાનો હતો પ્લાન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : વાપીના મોટા વેપારીની ઓફિસમાં 50 કરોડ લૂંટવાની યોજના એક ગેંગ દ્વારા બનાવવામાં આવી હતી. જો 50 કરોડ ન મળે તો આ વેપારીનું અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન હતો. એક વાર આ ગેંગ ગુનાને અંજામ આપવા પણ ગઈ. જોકે લોકડાઉનને કારણે પ્લાન સફળ ન થયો નહોતો. વેપારીના અંગત માણસે જ આ ટીપ આપી અને મુંબઈમાં મિટિંગ પણ કરી, પરંતુ આ ગેંગ ફરી એક વાર ગુનાને અંજામ આપવા જાય તે પહેલા જ ઝડપાઇ ગઈ હતી.


કોરોનાનો સૌરાષ્ટ્રમાં ભરડો: રાજકોટ સિવિલનાં સુપ્રીટેન્ડેન્ટ પણ CORONA પોઝિટિવ આવ્યા


ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં રહેલા આ પાંચ લોકો પર આરોપ છે વલસાડનાં વેપારીના અપહરણ અને લૂંટ કરવા માટેનું ષડયંત્ર રચ્યું હતું. આ ગેંગમાં આરોપી આરીફ શેખ મુખ્ય સૂત્રધાર અને ટીપ આપનાર વાપીનો અલતાફ મન્સૂરીનો મહત્વનો રોલ અને પ્લાનિંગ હતા. જેમને પૈસાની લાલચમાં આ ટીપ મેળવી હતી વેપારી પાસેથી કરોડો પડાવવા હતા. આ ષડ્યંત્રમાં અલ્તાફે ટીપ આપી હતી કે વાપીના સઈદ શેખ કે જે કન્સ્ટ્રકશનનું કામ કરે છે તેમની ઓફિસમાં 50 કરોડની રકમ છે. તેનાથી વધુ પણ રકમ હાલ પડેલી હોવાથી તેની લૂંટ કરવાની હતી.


અત્યાધુનિક પોલીસ: ગુજરાતમાં સૌપ્રથમવાર સેટેલાઇટ ઇમેજથી જુગારધામ પર દરોડા

જો રકમ ન મળે તો સઈદ ભાઈનું અપહરણ કરી મોટી ખંડણી મંગવાનાં હતા. એટલું જ નહી પ્લાનિંગ મુજબ અપહરણ કરી ખંડની માગતા આ  મામલો અલતાફ પાસે જ આવશે અને પોલીસ પાસે કોઈ નહિ જાય તેવો પાક્કો ઈરાદો અલતાફે ટોળકીને વિશ્વાસ અપાવ્યો હતો. આ માટે આરોપીઓને વોટ્સએપ પર ફોટો એડ્રેસ પણ મોકલી આપ્યા હતા. આરોપીઓ ત્યાં જઈને ઘર અને ઓફિસની રેકી પણ કરી આવ્યા હતા. આ અપહરણનાં પ્લાનીગ માટે એક વખત 7મી જુલાઈ એ ગુનાને અંજામ આપવા ગયા પણ લોકડાઉન નડી ગયું અને 17મીએ ગુનાને અંજામ આપવા જાય તે પહેલા જ ઝડપાઇ જતા મોટો બનાવ બનતા અટક્યો.


કોરોના પોઝિટિવ દર્દીઓને કથળતી મન:સ્થિતિને મજબુત કરવા પુસ્તકોનો અનોખો પ્રયોગ

વેપારીના ઘર, ઓફિસ પાસે રેકી પણ કરી ચુક્યા. જોકે પ્લાન એ મુજબ સફળતાનાં મળે તો પ્લાન બી મુજબ આરોપી આરીફ અને મહમદ ફેઝાન ઉર્ફે મૌલાના એકાદ માસ પહેલા મુંબઈ નજીક વેપારીને રાખી ખંડણી માગવાનો પ્રયાસ કરવાનાં હતા. બાદમાં જોગેશ્વરિનગરમાં એક હોટલમાં રોકાઈ ત્યાં ટીપ આપનાર અલતાફને મલ્યા હતા. જોકે આ જ અલતાફ વેપારીની સાથે પંદરેક વર્ષથી નજીક અને પરિચિત વ્યક્તિ હતો. એટલું જ નહી વેપારીને ડરાવવા માટે ખંડણી ખોર ગેગ પાસે હથિયાર ન હોવાથી આરીફ શેખ મધ્યપ્રદેશ સિંધવા ખાતેથી એક પીસ્ટલ અને પાંચ કારતુસ પણ લઈ આવ્યો હતો. આ તમામ પ્લાન મુજબ તેઓએ કામ કર્યું પણ લોકડાઉનને કારણે પ્લાન સફળ ન થયો. ત્યારે 17મીએ ફરી નીકળતા પહેલા જ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. 


કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી


અપહરણ ગેંગમાં આરીફ અગાઉ બાઉન્સર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ભુજમાં એક વેપારી સાથે મળી સોપારી ભરેલી ચારેક ટ્રક બરોબર વેચવામાં પણ આરીફની સંડોવણી બહાર આવી છે. તો વળી ગેરકાયદે હથિયારો પણ અપાવ્યા હોવાની માહિતી પોલીસ પાસે છે. જ્યારે આરોપી ફેઝાન બેરલ ઓઇલનો ધંધો કરે છે અને છારા નગરના બંને સાગરીતો આરીફ સાથે બાઉન્સર તરીકે કામ કરતા હતા. આ રીતે એકબીજાના પરિચિતોની આ ગેંગ બનાવી લૂંટ, અપહરણ, ખંડણી જેવા ગુનાને અંજામ આપવાના હતા પણ તે પહેલા જ ઝડપાઇ ગયા. ત્યારે વધુ આરોપીની વધુ પુછપરછમાં શું નવા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube