કોરોનાનો સૌરાષ્ટ્રમાં ભરડો: રાજકોટ સિવિલનાં સુપ્રીટેન્ડેન્ટ પણ CORONA પોઝિટિવ આવ્યા

સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે સતત કેસોનો રાફડો ફાટ્યો છે. રાજકોટ સિવિલના સુપ્રીટેન્ડેન્ટ સહિત 39 પોઝિટિવ આવ્યા હતા. ભાવનગરમાં 7, દિવમાં 18, ગીર સોમનાથમાં 11, અમરેલીમાં 9, જસદણમાં 9 અને ધોરાજીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ગ્રામ્ય સ્તરે કેસોમાં સતત થઇ રહેલા વધારાના કારણે તંત્ર પણ ચિંતામા મુકાયું છે. 
કોરોનાનો સૌરાષ્ટ્રમાં ભરડો: રાજકોટ સિવિલનાં સુપ્રીટેન્ડેન્ટ પણ CORONA પોઝિટિવ આવ્યા

રાજકોટ : સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે સતત કેસોનો રાફડો ફાટ્યો છે. રાજકોટ સિવિલના સુપ્રીટેન્ડેન્ટ સહિત 39 પોઝિટિવ આવ્યા હતા. ભાવનગરમાં 7, દિવમાં 18, ગીર સોમનાથમાં 11, અમરેલીમાં 9, જસદણમાં 9 અને ધોરાજીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ગ્રામ્ય સ્તરે કેસોમાં સતત થઇ રહેલા વધારાના કારણે તંત્ર પણ ચિંતામા મુકાયું છે. 

રાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા પણ કોરોના પોઝિટિવ આવતા તંત્ર ચિંતામા મુકાયું છે. સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા 2 દિવસ પહેલા જ આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથેની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. તેમને છેલ્લા 2 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના પગલે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવતા હતા. જેથી સુપ્રીટેન્ડેન્ટ સહિત કુલ 27 પોઝિટિવ આવ્યા હતા. 

દીવસમાં પહેલીવારમાં જ એક સાથે 18 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેથી આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. દીવ, ઘોઘલા અને વણાકબારા સહીત દીવમાં 10 જિલ્લામાં અને દીવમાં જ 7 કેસ આવી જતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાથી અત્યાર સુધી દીવ મુક્ત હતું. 

અમરેલી જિલ્લામાં આજે 9 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે એકનું મોત નિપજ્યું છે. સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સૌરાષ્ટ્રનાં અમરેલી અને ભાવનગર જિલ્લા સહિતનાં તમામ જિલ્લાઓમાં સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. બહારથી આવતા તમામ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કર્યા બાદ જ તેમને જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે મોટા ભાગના જિલ્લાઓની હદ પર બહારથી આવતી વિવિધ બસ અને પ્રવાસીઓની લાંબી લાઇનો લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news