અમદાવાદ : નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોનાં મોતની દુ:ખદ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શુક્રવારે યોજાનારા 834 કરોડનાં વિકાસનાં કાર્યોનાં ઇ લોકાર્પણ અને ભૂમિપુજન કાર્યક્રમને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે હોસ્પિટલ મુલાકાત દરમિયાન મીડિયાના જવાબ ન આપ્યા અને સોશિયલ  મીડિયામાં વિકાસના કાર્યો બંધ રાખ્યા છે તેની જાહેરાત કરી હતી. જો કે મેયરે મૃત્યુ પામનારા દર્દી કે તેમના પરિવારજનો કે જવાબદાર વિરુદ્ધની કાર્યવાહી અંગે કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ હોસ્પિટલમાં 55 વર્ષના દર્દીને 52 દિવસ સારવાર મેળવી કોરોનાને હરાવ્યો

નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ અંગે વિપક્ષે અનેક પ્રકારનાં આક્ષેપો કર્યા છે. જે મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હોદ્દેદારોએ પ્રેસનોટ દ્વારા આમા કોઇ પણ પ્રકારની ગેરરિતિ કે ભ્રષ્ટાચાર થયો નથી. જો તેમ છતા પણ આવુ કાંઇ ધ્યાને આવશે તો સંબંધિત લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે દુ:ખદ ઘટનામાં જવાબદારો સામે મહત્તમ પગલા લેવામાં આવશે તેવું સત્તાધીશોને જણાવ્યું હતું.  વિપક્ષના આક્ષેપો રાજકીય રોટલા શેકતા હોવાનું કહીને AMC ના ભાજપના સત્તાધીશો પોતાનો અને અધિકારીઓનો સ્પષ્ટ બચાવ કરી રહ્યા છે. 


સૌરાષ્ટ્રમાં 3 દિવસથી મેઘ મહેર: જાફરાબાદમાં 3.5 રાજુલામાં 4, લીલીયામાં 5 ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં જાહેર કરવામાં આવેલી કોવિડ 19 હોસ્પિટલમાં પુન: ચકાસણી માટે એક ટીમ બનાવી છે. જેમાં IAS મનીષ કુમાર, ચીફ ફાયર ઓફીસર એમ.એફ દસ્તુર અને અન્ય અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. જે આજે અને શુક્રવારે હોસ્પિટલની મુલાકાત લઇને અલગ અલગ પાસાઓની તપાસ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર