ઝી બ્યુરો / ભાવનગર: રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાવનગરની એકમાત્ર એવી માહી પ્રોસેસિંગ યુનિટના દૂધના નમૂના ફેલ થયા છે. આરોગ્ય માટે આંખ ઉઘાડનારા આ કિસ્સામાં ગંભીર બેદરકારી સામે આવી છે. માહી ડેરીના બલ્બ મિલ્ક ચીલીંગ સેન્ટરની બેદરકારી બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો; અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો ઘાતક આગાહી


ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નમુના લેબમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે સામે માહી ડેરી દ્વારા રિપોર્ટને ચેલેન્જ કરતા કેન્દ્રની સરકારી લેબમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રીપોર્ટમાં આરોગ્ય માટે ગંભીર બાબત ગણી શકાય તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં મળી આવી હતી.


ગરબા આયોજકો માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન : આ સૂચનાઓનું ફરજિયાત પાલન કરવુ પડશે


ભાવનગરમાં મેન્યુફેક્ચરિંગ કરીને દૂધનું સપ્લાય કરવામાં આવતું હતું. જે રિપોર્ટ બાદ સિનિયર ફૂડ સેફટી અધિકારી દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ  ધરવામાં આવી છે.


મોરબી દુર્ઘટનામાં SIT રિપોર્ટમાં મોટો ખુલાસો : હોનારત માટે જયસુખ જવાબદાર


તમને જણાવી દઈએ કે ભાવનગરની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લગભગ એક દાયકા પહેલા નવી પેઢીના સહકારી સંકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી હતી. તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. માહી પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી પરંતુ હવે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધારવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. 


ચૂંટણી ક્યાંથી લડશો? એવું પૂછતા લલિત કગથરાએ આપ્યો રમૂજી જવાબ


આ સાથે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ વાર્ષિક ટર્નઓવર રૂ. 1700 કરોડને પાર લઈ જવાનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. ગુજરાતમાં 11 જિલ્લાના 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641  સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે. 


ઝુનઝુનવાલાના ગુરુના આ શેરમાં રોકાયેલા છે રૂપિયા, કયા શેર પર કરે છે સૌથી વધુ વિશ્વાસ?