મૌલિક ધામેચા/અમદાવાદ: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને અનેક પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેનાપતિ કચેરી તથા આવાસનું લોકાર્પણ કર્યું હતું અને સાથોસાથ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના નવા વાહનોને પણ લીલી ઝંડી આપી હતી. સાથો સાથ નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ માટે મુકાયેલી મુવી ટોયલેટ ફેસીલીટી વાનની પણ મુલાકાત લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતમાં કોરોનાએ જબરદસ્ત જમ્પ લીધો! નવા પોઝિટીવ કેસમાં વધારો, એક્ટિવ કેસની સંખ્યા..


પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે પોલીસ આવાસ તરફથી અનેક મકાન બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેવામા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના 288 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 અમદાવાદ સેનાપતિ કચેરી તેમજ આવા સોનું રાજ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે રાજ્ય સરકારે ફાળવેલા 32 બોલેરો કાર તેમજ 33 બાઈકને ગૃહરાજ્યમંત્રીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. 



અગાઉની તમામ આગાહી ભૂલી જાવ! ચોમાસાને લઈને અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી


માનવ તસ્કરી માટે કામ કરતું એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ હવે આગામી દિવસોમાં આ વાહનોની મદદથી આ પ્રકારના ગુના સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપથી પકડી શકશે. સાથે જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ માટે શરૂ કરવામાં આવેલા નવા "ખાખી ડીગ્નિટી" પ્રોજેક્ટની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મહિલા પોલીસ માટે ઇન્ડિયન વુમન નેટવર્ક અને પહલ ફાઉન્ડેશન દ્વારા ખાસ મહિલા પોલીસકર્મીઓ માટે એક મુવિંગ ટોયલેટ તૈયાર કરવામાં આવ્યું જેની સમીક્ષા કરી. 



ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી પડશે રજાઓ


ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે આગામી રથયાત્રામાં શહેરમાં બંદોબસ્ત માટે આવતી મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ અધિકારીઓને આ સુવિધાનો લાભ મળે તે હેતુથી પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યું છે ત્યારે વધુ 50 જેટલા મુવિંગ ટોયલેટ મૂકવામાં આવશે. આ ટોયલેટની વિશેષતા એ છે કે તેમાં બાયો ડિઝાસ્ટર ટેન્ક કનેક્ટેડ હોવાથી તેમાં ઉત્પન્ન થતો તમામ કચરો બાયોગેસ પ્લાન્ટ કે ખાતર માટે ઉપયોગ કરી શકાય છે. 


ધંધાની હરીફાઈમાં મહિલાએ મુક્યો દેશી બોમ્બ: CCTVમાં કેદ, VIDEO જોઈ બનાવ્યો ટાઈમ બોમ્બ



ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરોડા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન રૂમની પણ મુલાકાત લીધી હતી અને નરોડા ના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ચિલ્ડ્રન રૂમને બાળકો માટે ખુલ્લો મુક્યો હતો જે બાદ ગૃહરાજ્યમંત્રીએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠક પણ યોજી હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત અનેક આઈપીએસ અધિકારીઓ અને ધારાસભ્યો તેમજ મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


રાહુલ ગાંધીની અરજી પર સુરત કોર્ટમાં સુનાવણી પૂર્ણ, 20 એપ્રિલે આવી શકે છે ચુકાદો!