શિપિંગ મંત્રાલયે ૧ લાખથી વધુ ખલાસીઓ માટે પરિવર્તનની પ્રક્રિયા સુગમ બનાવી
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના દરમિયાન દરિયામાં ફસાયેલા ખલાસીગણની સુવિધા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સી-ફેરર્સ માટે ફરિયાદ નિવારણ મિકેનિઝમના નિર્દેશ આપ્યા હતા. શિપિંગ મંત્રાલયે ભારતીય બંદરો પર અને ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા ૧ લાખ થી વધુ ક્રૂ-પરિવર્તનની સુવિધા પૂરી પાડી છે. તેની સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ ક્રૂ-પરિવર્તનની સુવિધા પૂરી પાડનારો દેશ બની ગયો છે.
અમદાવાદ :કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના દરમિયાન દરિયામાં ફસાયેલા ખલાસીગણની સુવિધા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સી-ફેરર્સ માટે ફરિયાદ નિવારણ મિકેનિઝમના નિર્દેશ આપ્યા હતા. શિપિંગ મંત્રાલયે ભારતીય બંદરો પર અને ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા ૧ લાખ થી વધુ ક્રૂ-પરિવર્તનની સુવિધા પૂરી પાડી છે. તેની સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ ક્રૂ-પરિવર્તનની સુવિધા પૂરી પાડનારો દેશ બની ગયો છે.
રાજકોટ: બ્યુટી પાર્લરના ક્લાસમાં યુવતીને બંધાયો શારીરિક સંબંધ, ત્યાર બાદ આવ્યું ચોંકાવનારૂ પરિણામ
ક્રૂ-પરિવર્તનની પ્રક્રિયામાં જહાજ પરના સભ્યોનું સ્થાન અન્ય સભ્યો લે છે અને જહાજ પર ચઢવા (સાઇન ઑન) અને જહાજ પરથી ઊતરવાની (સાઇન ઑફ) પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. કોરોના મહામારીને કારણે મેરીટાઇમ ક્ષેત્ર સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાંનું એક છે. તેમ છતાં, મહામારી દરમિયાન તમામ ભારતીય બંદરો કાર્યરત હતા અને આવશ્યક સેવાઓ પૂરી પાડતા હતા. આ દરમિયાન સાગરખેડૂઓ ભારત અને વિશ્વ માટે સુગમ પુરવઠા સાંકળ માટેનો મુખ્ય આધારસ્તંભ બની રહ્યા હતા. દુનિયાભરના વિવિધ દેશો દ્વારા લોકડાઉન અને અવરજવર પરના પ્રતિબંધોને કારણે સાઇન ઑન અને સાઇન ઑફ પ્રક્રિયા બંધ થઈ જવાને કારણે સાગરખેડૂઓને મુશ્કેલી વેઠવી પડી હતી.
સુરત: કતારગામમાંથી ભાગેલા પ્રેમીપંખીડા મહારાષ્ટ્રથી ઝડપાયા, થયો મોટો ખુલાસો
કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર હવાલો), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ આ મુશ્કેલ સમય દરમિયાન ફસાયેલા સી-ફેરર્સને સુવિધા આપવા માટે ડીજી શિપિંગ દ્વારા સતત કરવામાં આવેલ પ્રયત્નોને બિરદાવ્યા હતા. મંત્રીએ ડીજી શિપિંગને દરિયાઇ મુસાફરોની સુવિધા માટે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિ શરુ કરવા સૂચના આપી હતી. તેમણે આ બાબતે ભાર મૂક્યો હતો કે, સી-ફેરર્સ મુશ્કેલ સમયમાં મંત્રાલયનો સંપર્ક કરવા સક્ષમ હોવા જોઈએ અને નબળી ફરિયાદ નિવારણ પ્રણાલીને કારણે કોઈ પણ સી-ફેરરને મુશ્કેલી ન થવી જોઇએ.
સુરત: સુર્યા મરાઠી હત્યા કેસમાં આરોપીનું કારસ્તાન, સિવિલ તબીબે ફરિયાદ નોંધાવી
રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન દરિયાઇ પરિવહનને ટકાવી રાખવા માટે ડીજી શિપિંગ દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમ કે મુસાફરી માટે જરૂરી વિવિધ પ્રમાણપત્રોની માન્યતાનું વિસ્તરણ, મુસાફરી માટે ઓનલાઇન ઇ-પાસ સુવિધા વગેરે. ડીજી શિપિંગ અમિતાભ કુમારે મંત્રીને અહેવાલ આપતા ઉમેર્યું કે, “ચાર્ટર્ડ ફ્લાઇટ્સ માટે તથા દરિયાઇ મુસાફરોની ચકાસણી માટે એક ઓનલાઇન સુવિધા બનાવવામાં આવી છે. જેમાં ઓનલાઇન શિપ રજિસ્ટ્રેશન અને ઓનલાઇન ચાર્ટર લાઇસન્સિંગની સાથે ફસાયેલા સી-ફેરર્સની વિગતો અપલોડ કરવાની રહેશે”.
મહિલા જેઠ સાથે ફરાર થતા પતિએ પોતાનાં જ પુત્રનું અપહરણ કર્યું અને...
ડીજી શિપિંગને ૨૦૦૦ થી વધુ મેરીટાઇમ સ્ટેકહોલ્ડરોના ઇમેઇલ્સ, ટ્વીટ્સ અને પત્રો દ્વારા સંદેશાવ્યવહાર પ્રાપ્ત થયા હતા અને તેમની જરૂરિયાતોને સરળ બનાવવા માટે તાત્કાલિક જવાબદારી ભર્યા પગલાં લીધાં હતાં. ડીજી શિપિંગ દ્વારા મોડ્યુલ અભ્યાસક્રમો અને ઓનલાઇન વર્ચ્યુઅલ કોર્સ માટેની ઇ-લર્નિંગ પણ હાથ ધરવામાં આવી છે અને ૩૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઇ-લર્નિંગ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. ઓનલાઇન અભ્યાસક્રમો પૂર્ણ કર્યા પછી સી-ફેરર્સ માટે ઓનલાઇન એક્ઝિટ પરીક્ષા લેવામાં આવી રહી છે અને તેઓ હવે કોવિડ-૧૯ રોગચાળાના સમયમાં તેમના ઘરેથી પરીક્ષા આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર