અમદાવાદ : અસારવા ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસ કર્મચારીઓ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન ચાલુ કર્યું હતું. પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આસપાસ એકત્ર થયેલા ટોળાને જણાવ્યું કે, ધોઇ નાખો સાલાઓને હું બેઠો છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહેનનાં દહેજ માટે બે લોકોના જીવ લઇ લીધા, સગાઓ સાથે મળીને હસતો રમતો પરિવાર વિંખી નાખ્યો


શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા ટોઇંગ ક્રેન દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલા વાહન ટોઇંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની ગાડીમાંથી પસાર થઇ રહ્યા હતા. તેઓએ ક્રેઇનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે ઉતાર્યા હતા. ત્યાર બાદ પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો. ત્યાર બાદ ASI નો હાથ ખેંચીને અહીં ઉભો રહે તેમ કહીને ખેંચ્યા હતા. જેથી ઉદેસિંહે કહ્યું કે, હાથ ન પકડશો, જેથી ઉશ્કેરાઇ ધારાસભ્યએ કહ્યું કે, હાથ શું બધુ પકડીશ. પછી કહ્યું કે, હું કહું ત્યાં અને તેવી રીતે ઉભુ રહેવાનું નહીતર સસ્પેન્ડ થઇ જશો. 2 મિનિટમાં પટ્ટા ઉતરી જશે, ઓળખો છો મને?


Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાની સ્થિતી ફરી એકવાર બેકાબુ, નવા 581 દર્દી


ટોળું એકત્ર થવા લાગતા ધારાસભ્ય વધારે મોજમાં આવી ગયા હતા. ત્યાર બાદ તેમણે ટ્રાફીક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો અને કહ્યું કે, ઉદેસિંહ નામના જમાદાર છે 3693 બક્કલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઇને આવે છે. વાહન ટોઇંગ કરે છે. આટલું કહી તેમણે ASI ને ફોન પકડાવ્યો હતો. ASI ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે આસપાસ ઉભેલા લોકોને ઉશ્કેરતા ધારાસભ્યએ કહ્યું કે, ધોઇ નાખો સાલાઓને હું બેઠો છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube