Ahmedabad News: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં જયપુર જેવો અકસ્માત થયો છે. જી હા...બેકાબૂ ટ્રક સામે રોંગ સાઈડમાં ઘુસતા ત્રણ વાહનો સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાપડનો સામાન હોવાથી ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે અને  અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ આઈસર ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સામે ઘુસ્યું હોવાનું ખૂલ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાવળા બગોદરા પાસે ભયાનક અક્સ્માત સર્જાયો છે. ગઈ મોડી રાત્રે એક વાગ્યાના આસપાસ બાવળા બગોદરા હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વાહનમાં કાપડ ભરેલું હોય તેમાં આગ લાગતા બે વ્યક્તિ વાહનમાં ફસાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનામાં બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં બગોદરા તરફથી બાવળા તરફ જતા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત થયો છે. જેમાં ડિવાઈડરની બીજી બાજુ કૂદી બાવળા તરફથી ચોખા ભરી રાજકોટ જતા બે આઇસર સાથે અથડાયું હતું. 


વર્ષ 2024 ગુજરાત સરકાર માટે કેવું રહ્યું? આ કૌભાંડો-કાંડોને લીધે વહોરવી પડી બદનામી!


ચાર મોટા વાહનમાં અક્સ્માત થતા ભીષણ આગ પણ લાગી હતી. ફાયર વિભાગ અને 108ની ટીમો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મોડી રાત્રે અકસ્માત સર્જાતા થોડીવાર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જનાર આઇસર ચાલક પેપર રોલ ભરીને જતો હોવાની માહિતી મળી રહી છે. આઇસર સીએનજી હોવાથી તુરંત આગની ઝપેટમાં આવ્યું હતું. જ્યારે અન્ય બે આઇસર ટ્રકમાં ચોખા ભર્યા હતા.


વડોદરાના રોયલ મેળામા મોટી દુર્ઘટના ટળી! રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી પટકાઈ, અફરાતફરી