GUJARAT માટે સૌથી જરૂરી અને પોઝિટિવ સમાચાર, ઓમિક્રોનનો પ્રથમ દર્દી સામાન્ય સારવારથી જ થયો સાજો
પ્રથમ ઓમિક્રોન દર્દીની સફળ સારવાર થઇ અને તે સાજો થતા તેને સિવિલમાંથી રજા અપાઇ હતી. દર્દીને ઓમિક્રોન વોર્ડમાં ગાઈડલાઈન મુજબ સારવાર અપાઈ હતી. ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જરૂરિયાત નહોતી પડી અને દર્દી ઝડપથી રિકવર પણ થયો હતો. કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન સંક્રમિત રાજકોટના પ્રથમ દર્દીની રાજકોટ સિવિલમાં ૧૩ દિવસની સફળ સારવાર બાદ આજરોજ દર્દીને રજા આપવામાં આવી હતી. તાન્ઝાનિયાથી દુબઈ થઈ રાજકોટ ખાતે આવેલ ૨૪ વર્ષીય વિદ્યાર્થી સુલતાન અહેમદ આર.કે. યુનિવર્સીટીમાં આવેલ હતો. ગત તા. ૧૫ ડિસેમ્બરના રોજ તેમને કોરોનાના લક્ષણો જણાતા ઓમિક્રોન સસ્પેક્ટ તરીકે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ : પ્રથમ ઓમિક્રોન દર્દીની સફળ સારવાર થઇ અને તે સાજો થતા તેને સિવિલમાંથી રજા અપાઇ હતી. દર્દીને ઓમિક્રોન વોર્ડમાં ગાઈડલાઈન મુજબ સારવાર અપાઈ હતી. ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જરૂરિયાત નહોતી પડી અને દર્દી ઝડપથી રિકવર પણ થયો હતો. કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન સંક્રમિત રાજકોટના પ્રથમ દર્દીની રાજકોટ સિવિલમાં ૧૩ દિવસની સફળ સારવાર બાદ આજરોજ દર્દીને રજા આપવામાં આવી હતી. તાન્ઝાનિયાથી દુબઈ થઈ રાજકોટ ખાતે આવેલ ૨૪ વર્ષીય વિદ્યાર્થી સુલતાન અહેમદ આર.કે. યુનિવર્સીટીમાં આવેલ હતો. ગત તા. ૧૫ ડિસેમ્બરના રોજ તેમને કોરોનાના લક્ષણો જણાતા ઓમિક્રોન સસ્પેક્ટ તરીકે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
GUJARAT માં કોરોનાની બમણી સદી, અમદાવાદમાં કુલ 100 કેસ નોંધાતા ફફડાટ
આ દિવસોમાં તેમને જવવલે જ ઉધરસ તેમજ ગળામાં બળતરાના લક્ષણો જોવા મળ્યા હતાં. દર્દીને ઓમિક્રોન વોર્ડમાં કોવીડ ગાઈડલાઈન મુજબ સારવાર આપવામાં આવી હતી. તેમજ દર્દીને ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જરૂરિયાત ઉભી થયેલી ન હતી. આજ રોજ તા. ૨૭ ડિસેમ્બરના રોજ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા કોરોનામુક્ત થયેલ હોઈ તેમને ઓમિક્રોન ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી હોવાનું અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
આણંદમાં સાંઇબાબાના મંદિર પાસે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, થયો ચોંકાવનારો ખુલાસો
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વેરિયન્ટ અંગે હાલમાં જ આફ્રિકન વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધન પત્ર બહાર પાડવામાં આવ્યું તેમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ પ્રમાણમાં ખુબ જ ઓછો ઘાતક છે. આ સંક્રમણથી હોસ્પિટલમાં દાખલ થવાની જવલ્લેજ જરૂર પડે છે. આ ઉપરાંત દર્દીનું મોત થાય તેવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. તેવામાં શક્યતા છે કે, કોરોનાના પોઝિટિવોનો આંકડો ખુબ જ ઉંચો આવે પરંતુ મૃત્યુનું પ્રમાણ ઓછું હોય આ ઉપરાંત દર્દીઓનો દાખલ થવાનો રેશિયો પણ ખુબ જ ઓછો આવે. દર્દીઓ ઘરે જ હોમ ક્વોરન્ટાઇન અને સામાન્ય સારવાર થી સાજા સારા થઇ જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube