જેતપુર : ઘણી વખત નાના નાના ઝગડામાં જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે, આવી જ એક ઘટના જેતપુરમાં બની કે, જ્યાં ફટાકડા ફોડવાની ના કહેવા જતા એક વૃદ્ધાને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે એક ઘટના બની અને તેને લઈને એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. બનેલ ઘટના મુજબ દિવાળીના દિવસે કાણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ વણકર વાસ વિસ્તારમાં રાત્રે જયારે અહીં ચાર યુવકો ફટાકડા ફોડી રહ્યાં હતા. ત્યારે આજ વિસ્તારમાં અને પાડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ આ યુવકોને અહીં ફટાકડા નહિ ફોડવા બાબતે કહ્યું હતું. જેને કારણે ફટાકડા ફોડી રહેલા યુવકોએ વૃદ્ધા ઉપર પથ્થર મારો કર્યો હતો. આ પથ્થર મારામાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેનું લાંબી સારવાર સારવાર અને અંતે મોત થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MORBI: આ ગામે એક એવું પગલું કે ગામના યુવાનો પાસે અધિકારીઓને ટક્કર મારે તેવું જ્ઞાન


કોણ છે હત્યારા? કોની હત્યા કરી હમીદાબેન સલીમભાઇ ચાવડા?
વાત છે જેતપુરના કણકિયા પ્લોટમાં આવેલ વણકર વાસ વિસ્તારની દિવાળીની રાત્રે અહીં આજ વિસ્તારમાં રહેતા પ્રશાત વીજય વાધેલા, ઈશ્વર વીજય વાધેલા, શાહીલ પ્રકાશ ટીમણીયા, અને એક કિશોર અહીં ફટાકડા ફોડતા હતા. જેમાં મોટા અવાજના બૉમ્બ સહિતના ફટાકડા પણ હતા અને તેની માત્ર વધુ હતી. મોડી રાત્ર સુધી તેવો આવા ફટાકડા ફોડતા હતા ત્યારે અહીજ રહેતા 70 વર્ષના હમીદાબેન સલીમભાઇ ચાવડાએ આ યુવકોને ફટાકડા અહીંથી થોડે દૂર ફોડવા માટે કહ્યું હતું. 


મહિલા પોલીસ કર્મચારીનો આંખ ઉઘાડતો VIDEO, પોલીસે સાંત્વના આપવાને બદલે ફરિયાદ નોંધી


ફટાકડા તો અહીં જ ફુટશે થાય તે કરી લે...
મોડી રાત્ર થઇ ગઈ છે તો ફટાકડા ન ફોડશો એવું કહીને ફટાકડા નહિ ફોડવા માટે વિનંતી કરી હતી. જો કે યુવકો જુવાનીના જોશમાં ભાન ભૂલીને ફટાકડાતો અહીં ફૂટશે જ કહ્યું હતું. આ મુદ્દે મામલો બિચક્યો હતો. જેમાંથી બોલાચાલી થતા, ઉપરોક્ત 4 યુવકોએ હમીદાબેન ઉપર પથ્થર મારો શરુ કર્યો હતો. જેમાંથી 1-2 પથ્થરના મોટા મરણતોલ ઘા હમીદાબેનના માથામાં વાગ્યા હતા. તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની લાંબી સારવાર બાદ મોત થયું હતું. રમત રમતમાં થયેલ માથાકૂટમાં હાલ તો એક પરિવારના મોભીનો જીવ ગયો છે. જયારે 4 યુવકોને જેલમાં જવાનો વારો આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube