મહિલા પોલીસ કર્મચારીનો આંખ ઉઘાડતો VIDEO, પોલીસે સાંત્વના આપવાને બદલે ફરિયાદ નોંધી

પોલીસ ગ્રે પે આંદોલને સરકારને પણ વિચારવા મજબૂર કરી હતી. સોશિયલ મીડિયામાં આ પોલીસ ગ્રેડ પે આંદોલને ભારે જોર પકડ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા એક કમિટી બનાવી હતી. જેમાં પોલીસ કર્મીઓના પડતર પ્રશ્ન અને માંગણીઓ અંગે કાર્યવાહી કરવા માટે અભિપ્રાયો અને તેનો ઝડપી ઉકેલ આવી શકે તેવા પ્રયાસ આદરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં જ્યારે આ પોલીસ ગ્રેડ પે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદના અમુક પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોલીસ ગ્રેડ પે મામલે લખાણ મુક્યા હતા. 
મહિલા પોલીસ કર્મચારીનો આંખ ઉઘાડતો VIDEO, પોલીસે સાંત્વના આપવાને બદલે ફરિયાદ નોંધી

ઉદય રંજન/અમદાવાદ : પોલીસ ગ્રે પે આંદોલને સરકારને પણ વિચારવા મજબૂર કરી હતી. સોશિયલ મીડિયામાં આ પોલીસ ગ્રેડ પે આંદોલને ભારે જોર પકડ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા એક કમિટી બનાવી હતી. જેમાં પોલીસ કર્મીઓના પડતર પ્રશ્ન અને માંગણીઓ અંગે કાર્યવાહી કરવા માટે અભિપ્રાયો અને તેનો ઝડપી ઉકેલ આવી શકે તેવા પ્રયાસ આદરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં જ્યારે આ પોલીસ ગ્રેડ પે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદના અમુક પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોલીસ ગ્રેડ પે મામલે લખાણ મુક્યા હતા. 

જો કે આંદોલન દરમિયાન સ્પષ્ટ રીતે બહાર આવનારા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરનારા કેટલાક પોલીસ કર્મીને પોલીસ હેડક્વાર્ટર ખાતેની K કંપની ખાતે બદલીઓ કરવામાં આવી હતી. જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મી નીલમ બહેનની પણ બદલી કરવામાં આવી હતી. ગઈ રાત્રે નીલમ બેન પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે હસમુખ સક્સેના નામના વ્યક્તિ સાથનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હતો. 

આ વીડિયો મામલે માધુપુરા પોલીસે હસમુખ સક્સેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ફરિયાદની વિગતો અનુસાર હસમુખ સક્સેના નામના વ્યક્તિ રાત્રે 1 વાગ્યા બાદ મહિલા પોલીસ કર્મી નીલમ બહેન હાજર હતા. ત્યારે તેમની સાથેનો એક વિડીયો બનાવ્યો હતો. જેમાં પોલીસ કર્મીઓને આંદોલન માટે ઉશ્કેરણી કરતા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ હસમુખ સક્સેનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડે તેવી ચીમકીઓ પણ ઉચ્ચારી હતી. જેના પગલે આ વીડિયોનું સંજ્ઞાન લઇને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news