આણંદ : શહેરમાં સાંઈબાબા મંદીરમાં રહેતા લાંભવેલનાં યુવકની શંકાસ્પદ લાસ મળી આવ્યા બાદ પોષ્ટમોર્ટમ રીપોર્ટમાં યુવકનું ગળુ દબાવી તેમજ આંતરીક ઈજાઓ કરી હત્યા કરાઈ હોવાનું ખુલતા આણંદ ટાઉન પોલીસે શકદાર તરીકે મંદીરનાં પુજારી વિક્રમ મહારાજની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે,આગામી 24 થી 48 કલાકમાં પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલી નાખશે તેમ જાણવા મળેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ANAND માં ચકચારી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો, બિહારનો સાદીક અલી હતો મુખ્ય ભેજાબાજ


આણંદ શહેરમાં સાંઈબાબા મંદીરમાં રહેતા લાંભવેલનાં કમલેશભાઈ રાઠોડ નામનાં યુવકની મંદીરની બાજુમાં આવેલા મેદાનમાંથી લાસ મળી આવી હતી. જેથી પોલીસે  આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી પેનલ ડોકટર પાસે પોષ્ટમોર્ટમ કરાવતા જેમાં મૃતક યુવાનનું ગળુ દબાવીને તેમજ આંતરીક ગંભીર ઇજાઓ કરી હત્યા કરાઈ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે વધુ તપાસ કરતા મૃતક કમલેશએ પોતાનાં ઓરમાન ભાઈ મફતભાઈ રાઠોડને મંદીરનો પુજારી વિક્રમ મહારાજ તેને હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ ધટનામાં મફતભાઈની ફરીયાદનાં આધારે શકમંદ તરીકે વિક્રમ મહારાજ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હવે કાંઇ પણ નહી છુટે! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થતા બંન્ને આયોજનોનો લાભ લઇ શકશો


આણંદ ટાઉન પોલીસે જણાવ્યું હતું કે, શકમંદ વિક્રમ રાઠોડની અટકાયત કરવામાં આવી છે, અને તેની પુછપરછ ચાલી રહી છે. આગામી થોડા સમયમાંજ હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવશે. આધારભુત સુત્રોનાં જણાવ્યા અનુસાર વિક્રમ રાઠોડને અનૈતિક કામ કરતા મૃતક કમલેશ જોઈ ગયો હતો અને જેને લઈને્ કમલેશની હત્યા કરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ વધારે તપાસ ચલાવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube