બહુચર્ચિત બીટ કોઇન કાંડના નિશા ગોંડલિયા પ્રકરણમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો!
બહુચર્ચિત બીટ કોઈન પ્રકરણથી ચર્ચામાં આવેલી જામનગરની નિશા ગોંડલીયાનો કથિત વિડીયો વાયરલ થતા નિશા ગોંડલિયા જિલ્લા પોલીસવડાને રજુઆત કરવા પહોંચી હતી. નિશા ગોંડલિયાએ મિડીયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજાના સાગરીતો દ્વારા બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ : બહુચર્ચિત બીટ કોઈન પ્રકરણથી ચર્ચામાં આવેલી જામનગરની નિશા ગોંડલીયાનો કથિત વિડીયો વાયરલ થતા નિશા ગોંડલિયા જિલ્લા પોલીસવડાને રજુઆત કરવા પહોંચી હતી. નિશા ગોંડલિયાએ મિડીયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજાના સાગરીતો દ્વારા બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના: ગાડી કોંગ્રેસી MLAનું હોવાનું સામે આવ્યું
થોડા દિવસ પહેલા નિશા ગોંડલીયા પર આરાધના ધામ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભુમાફીયો જયેશ પટેલ અને યશપાલ જાડેજા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. નિશા ગોંડલીયા પર જ્યારે ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે તે હોસ્પિટલમાં દાખલ હતી તે વખતે તેનો ખોટો વિડીયો વાઇરલ અને સોશિયલ મિડીયામા બદનામી વાળા લખાણ વાયરલ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં સુરક્ષીત નથી મહિલા, આ આંકડાઓ જોઇ તમારો ભ્રમ જરૂર ભાંગી જશે
બીનસચિવાલય ક્લાર્કની પરિક્ષામાં તમને થયો છે અન્યાય? કોંગ્રેસ કરશે મદદ
આજે નિશા ગોંડલીયાએ સાઇબર ક્રાઈમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. SOG ટીમ તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસ વડાને નિશા ગોંડલિયાએ રજૂઆત કરી હતી અને ગુનેગારો સામે તાત્કાલિક પગલા લેવાની માંગ પણ કરી છે. પરંતુ બે દિવસ પહેલા જિલ્લા પોલીસ વડાની તપાસ સામે સવાલ ઉઠાવનાર નિશા ગોંડલિયાએ આજે SP ની તપાસથી પોતે સંતોષ હોવાનું પણ જણાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube