Gujarat Weather: આગામી 5 દિવસ છે ખુબ જ ભારે! જાણો હવામાન વિભાગે ચોમાસા અંગે શું કરી મોટી આગાહી!
Gujarat Weather 2023: રાજ્યમાં 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરતા ફરી અમદાવાદીઓ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે. અમદાવાદમાં 43 ડિગ્રીની ગરમી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. પશ્વિમ તરફથી પવન ફૂંકાતાં તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે.
Gujarat Weather 2023: ગુજરાતમાં હાલ જે રીતે આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, તે જોતા લોકો એવુ કહી રહ્યા છે કે ચોમાસું જલ્દી આવે તો સારું. વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. પરંતુ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યનું હવામા સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરતા ફરી અમદાવાદીઓ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે. અમદાવાદમાં 43 ડિગ્રીની ગરમી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. પશ્વિમ તરફથી પવન ફૂંકાતાં તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે.
ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ; વીજ કંપનીની પરીક્ષાને લઈ મોટો ખુલાસો
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે. 5 દિવસ સૂકા વાતાવરણ સાથે ગરમી રહેશે. અમદાવાદમાં આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે ગરમીનો પારો આજે 43 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં 24 કલાક બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે.
દમણ પોલીસને ગોથે ચઢાવતો કિસ્સો : પતિની લાશ ઘરમાં હતી અને પત્ની પોલીસ સ્ટેશન પહોંચી
પશ્વિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાતના તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે. આંદામાન-નિકોબારમાં ચોમાસામાનું આગમન થયું છે. ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે. આંદામાન અને નિકોબારમાં વરસાદ જોવા મળ્યો છે એટલે ચોમાસું ઓનસેટ થઈ ગયું હોવાની સંભાવના છે પરંતુ તે કેરળ ક્યારે પહોંચશે તે અંગે હાલ કહેવું ઉતાવળભર્યું રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં કેવી રીતે થતી ચોરી? જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી
બીજી બાજુ, આગામી પાંચ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના ના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે પણ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે. આ પવનો અરબી સમુદ્ર પરથી આવતા હોવાથી ભેજ લઈને આવે છે. ગરમીની સાથે ભેજ હોવાથી લોકોને બંધ જગ્યા પર ભારે અકળામણ જેવી અનુભૂતિ થતી હોય છે. જમીન સૂકી થઈ હોવાથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જોકે, ભેજનું પ્રમાણ વધવા લાગશે તેમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધોરણ.10-12ના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે આવશે પરિણામ
ગુજરાતમાં હાલ હવાનું વહેણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. શુક્રવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય ગાંધીનગર, રાજકોટ, અમરેલી, કંડલા, ભૂજ, વલ્લભ વિદ્યાનગર, ડીસા, વડોદરા જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.