ગોધરા: ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલમાં બોર્ડની પરિક્ષામાં ડમી વિદ્યાર્થીની પરિક્ષા આપતા ઝડપાઇ હતી. કાકીની જગ્યાએ ભત્રીજી પરીક્ષા આપવા બેઠી હતી. જે અંગે પરીક્ષા ખંડના સુપર વાઇઝરને શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. રાજ્યભરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ ન થાય તે માટે રાજ્યમાં ચુસ્ત પરીક્ષા પ્રણાલી અપનાવવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની વધુ એક સિદ્ધિ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો આયોજીત ચેલેન્જમાં પોલીસનો ડંકો


બીજી તરફ ગોધરાના ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં પરીક્ષા આપતી ડમી વિદ્યાર્થીની ઝડપાઈ હોવાનો મામલો સામે આવ્યો. સામાન્ય વિજ્ઞાનના પેપર દરમિયાન સુપરવાઇઝર દ્વારા પરીક્ષાર્થીઓની રીસીપ્ટ ચેક કરતા ડમી વિદ્યાર્થીની પરીક્ષા આપી રહી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે તત્કાલ જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ગુજરાતની ઓળખ જેવા ઘૂડખરની ગણતરી શરૂ, વસ્તી 5 હજારને પાર થવાની શક્યતા
કાકીના સ્થાને ભત્રીજી પરીક્ષા આપી રહી હતી. ઇકબાલ ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 10ની સામાન્ય વિજ્ઞાનની પરીક્ષાના પેપરમાં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ છે. જે શહેરા તાલુકાના વાડી વલ્લભપુર ગામની હોવાનું સામે આવ્યું. બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતી ઝડપાઈ હોવાથી આ બાબતે સ્કૂલના આચાર્ય દ્વારા ડમી વિદ્યાર્થીની તરીકે પરીક્ષા આપવાના કિસ્સામાં ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube