LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી.
અમદાવાદ : ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી.
અમદાવાદ: મુખ્યમંત્રી સ્ટેડિયમની મુલાકાતે, પોલીસ કર્મચારીઓનાં જ વાહનો ઉઠાવી ગઇ
સરકાર દ્વારા સમગ્ર મુદ્દે જાહેરાત બાદ બિન અનામત અને અનામત વર્ગ બંન્ને દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. જો કે સવર્ણ વર્ગનાં અગ્રણીઓ દ્વારા આજે 3 વાગ્યા સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાની જાહેરાત કરી હતી. આખરે મોડી સાંજે સવર્ણ વર્ગનાં આગેવાન દિનેશ બાંભણીયા દ્વારા સમગ્ર મુદ્દે બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, સવર્ણ વર્ગ સરકારની જાહેરાતને સ્વિકારે છે. LRD મુદ્દે આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. જો ભવિષ્યે કોઇ પણ દિકરીને અન્યાય થયો તેવું લાગશે તો આંદોલન સમિતી તેની મદદ કરશે. તે મુદ્દાને કોર્ટમાં પણ પડકારવામાં આવશે. જો કે હાલ તો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનાંથી સવર્ણ સમાજનાં આગેવાનોએ સંયુક્ત સમંતીથી આંદોલન સમેટવાની જાહેરાત કરી છે.
પાડોશમાં રહેતી મહિલા સાથે થઇ ગયો હતો એક તરફી પ્રેમ, વેલેન્ટાઇન ડે આવ્યો અને...
1-8-18નો પરિપત્ર રદ્દ થાય ત્યાર બાદ જ આંદોલન પુર્ણ: અનામત વર્ગ
જો કે આ મુદ્દે સરકાર દ્વારા જાહેરાત બાદ પણ બંન્ને પક્ષો કોઇ પણ રીતે માનવા તૈયાર નહોતા પરંતુ આખરે સવર્ણ વર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. બિન અનામત વર્ગની મહિલાઓ અને આગેવાનોએ તમામ દ્વારા એક સુરમાં કહેવામાં આવ્યું કે, 1-8-18નો પરિપત્ર રદ્દ કરવામાં આવે. તેઓ કોઇ બેઠકો વધારવા માટે અહીં બેઠા નહોતા. તેમની માંગ હતી કે પરિપત્રનો રદ્દ કરવામાં આવે. સરકારે હાલ કોર્ટનાં નામે આ મુદ્દાને સાઇડમાં રાખીને ભરતીની બેઠકો વધારીને આંદોલનકર્તાઓને લોલીપોપ આપવાનો પ્રયાસ કર્યો છે. આ લોલીપોપ અમને કોઇ કાળે સ્વિકાર્ય નથી. 1-8-18નો પરિપત્ર રદ્દ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube