ગુજરાતમાં લાખો બાળકો કુપોષિત કેમ; શું કૌભાંડ માફિયાઓ પોષણની ગ્રાન્ટ ચાઉં કરીને નવી પેઢીને બનાવી રહ્યા છે કમજોર?
કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના ડિલિવરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા બે વર્ષમાં 18 હજાર 659માંથી 2 હજાર 926 બાળકો કૂપોષિત જન્મ્યા છે. તો બે વર્ષમાં 263 બાળકો જન્મના એક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યા.
ઝી બ્યુરો/સુરત: શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આધુનિક બિલ્ડીંગો, અવનવા બ્રિજ શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. પરંતુ આ જ શહેરમાંથી આવેલા એક રિપોર્ટે શહેરીજનોની સાથે સાથે સરકારની પણ ચિંતા વધારી દીધી છે. વિકસિત કહેવાતા અને સૌથી ઝડપથી વિકાસ કરતા આ શહેરમાં કૂપોષિત બાળકોનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે.
મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદ સાથે જોડાયા! અંબાજી પોલીસની ટીમ માધુપુરા પહોંચી
કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના ડિલિવરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા બે વર્ષમાં 18 હજાર 659માંથી 2 હજાર 926 બાળકો કૂપોષિત જન્મ્યા છે. તો બે વર્ષમાં 263 બાળકો જન્મના એક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યા. 2 વર્ષમાં 130 જેટલા બાળકો મૃત જન્મ્યા હતા. જ્યારે પ્રસુતિ સમયે 26 સગર્ભા માતાઓના મોત થયા. આ આંકડા હાલના આધુનિક જમાનામાં સૌથી ચિંતાજનક છે.
હે...મા....માતાજી!!! બે દિવસમાં હાર્ટ એટેકથી 5નાં મોતથી ખળભળાટ, રંગીલા રાજકોટમાં ખૌફ
તો તમારે રાજ્યમાં કૂપોષણનો આંકડો પણ જાણી લેવો જોઈએ. ગુજરાતમાં સવા લાખ બાળકો કુપોષિત, 1 લાખ 1 હજાર 586 બાળકો ઓછા વજનવાળા, 24 હજાર 121 બાળકો અતિ કુપોષિત, કુપોષિત બાળકોમાં સુરત જિલ્લો દક્ષિણ ગુજરાતમાં પ્રથમ છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણ હોવાનું સામે આવ્યું છે.
મોહનથાળમાં ભેળસેળીયું અમૂલ ઘી: હવે GCMMF આ મામલે કૂદી, AMUL ઘી મામલે કર્યો ખુલાસો
બાળક કુપોષિત કે જોખમી રીતે ન વિકસે તે માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવે
એક બાજુ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે અનેક પ્રયત્નો હાથ ધરીને નાનામાં નાના ગામ સુધી આ સેવા પહોંચાડવા પ્રયત્નો કર્યા છે, જેમાં મા કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરે જેવી યોજનાઓની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. માતાના પેટમાં ઊછરી રહેલા બાળક કુપોષિત કે જોખમી રીતે ન વિકસે તે માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવે છે.
અંબાજીનો મોહનથાળ ફરી વિવાદમાં: પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સ સકંજામા, ઘીના સેમ્પલ ફેલ