અમદાવાદ :  અમદાવાદનાં હાથીજણમાં આવેલા એક આશ્રમમાં બાળકોને બાનમાં લેવાયા હોવાની ઘટના સામે આવી છે. આશ્રમમાં યુવતીઓને બાનમાં લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીઓને તેનાં માતા પિતાને પણ મળવા દેવામાં નથી આવી રહી. હાથીજણના હીરાપુર ખાતેની ઘટના સામે આવી છે. યોગીની સર્વાગ્ય પીઠમ નામની સંસ્થા સામે  થયા છે આક્ષેપો. સ્વામી નિત્યાનંદનો આશ્રમ હોવાનું સામે આવ્યું છે. પોતાની પુત્રીઓને જ નહી મળવા દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: પૈસા કે પાણી કંઇ પણ નહી મફતમાં, દરેક ઘરે લાગશે પાણીના મીટર


ગુજરાતના વિજય માલ્યાની CID ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, સુરતમાં કર્યું છે કરોડોનું બેંક કૌભાંડ


એક પુત્રીને સ્વામી નિત્યાનંદ વિદેશ લઇ ગયો હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ભારતનાં એક પરિવાર દ્વારા ચાઇલ્ડ વેલફેરમાં અરજી કરવામાં આવી હતી. ચાઇલ્ડ વેલફેર ઓફીસરની હાજરીમાં આશ્રમે જવા છતા તેમને મળવા દેવાયા નહોતા. ત્યાર બાદ ચાઇલ્ડ વેલફેર ઓફીસરે સ્થાનિક પોલીસને બોલાવી હતી. પોલીસની મધ્યસ્થતા બાદ પરિવારને અને ઓફીસરને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા. હાલ પોલીસ ઉપરાંત ચાઇલ્ડ વેલફેર ઓફીસર અને યુવતીનો પરિવાર અંદર ગયો છે. પોલીસ દ્વારા અંદર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.