આણંદ : મોત કઇ રીતે આવી જાય અને ક્યાં આવી જાય તેની કોઇને ખબર હોતી નથી. અચાનક મોતનાં અનેક વીડિયો પણ વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. જો કે આવો જ એક ચોંકાવનારો આણંદનો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક દુકાનમાં વૃદ્ધ ખમણનો નાસ્તો કરી રહ્યા છે. જો કે અચાનક તેમને કંઇ થઇ જાય છે. અને તેઓ ઢળી પડે છે. તેમના ઢળી પડ્યા બાદ આસપાસના લોકો એકત્ર થઇ જાય છે. અને વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવકે કહ્યું હું વીડિયો કોલ કરૂ છું તારા તમામ કપડા ઉતારીને તૈયાર રહેજે, પછી જે થયું તે ખાસ જુઓ...


હાલ આ સમગ્ર ઘટનાક્રમનો સીસીટીવી વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે સારવારનો સ્થાનિક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. જેમાં તેમને વાય આવી ગઇ હોય તેવું માનીને લોકો ડુંગળી અને ખાસડુ સુંઘાડે છે. જો કે વૃદ્ધ હોશમાં નહી આવતા આખરે 108ની મદદથી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે આવું થવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 


Surat માં મિત્ર માથે દેવું થઇ જતા મિત્રતા નિભાવવા ચોરીની ફિલ્મી સ્ટોરી ઘડી કાઢી અને...


અત્રે નોંધનીય છે કે, આ વૃદ્ધની પ્રાથમિક તબક્કે તો ઓળખ થઇ શકી નહોતી. પરંતુ તેમના ખીચ્ચામાંથી મળી આવેલા પુરાવાઓના આધારે તેઓ દેદરડા ગામના હોવાનું સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મુદ્દે તપાસ ચલાવાઇ રહી છે. ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુ અંગેનું સાચુ કારણ જાણી શકાશે. હાલ તો હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube