Surat માં મિત્ર માથે દેવું થઇ જતા મિત્રતા નિભાવવા ચોરીની ફિલ્મી સ્ટોરી ઘડી કાઢી અને...

શહેરના અમરોલી વિસ્તારમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો અમરોલી પોલીસે 7 નબીરાઓને સીસીટીવીના આધારે ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મિત્રને માથે દેવું થઈ જતા 7 મિત્રોએ ગેંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર ફિલ્મી કહાની સામે આવી હતી. 

Surat માં મિત્ર માથે દેવું થઇ જતા મિત્રતા નિભાવવા ચોરીની ફિલ્મી સ્ટોરી ઘડી કાઢી અને...

તેજસ મોદી/સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો અમરોલી પોલીસે 7 નબીરાઓને સીસીટીવીના આધારે ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મિત્રને માથે દેવું થઈ જતા 7 મિત્રોએ ગેંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર ફિલ્મી કહાની સામે આવી હતી. 

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા રિલાયસન્સ નગરમાં થોડા દિવસ અગાઉ 7 જેટલા અજાણ્યા ચોર ઈસમો કારખાનાંમાં ઘૂસી દરવાજાનો લોક તોડી કારખાનામાં રહેલા તૈયાર ડ્રેસ મટીરીયલ જેની કિંમત 2.43 લાખનો મુદામાલ ચોરી કરી હતી. આ અંગેની ફરિયાદ કારખાનાં માલિકે અમરોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટિમ બનાવી સીસીટીવીના આધારે આ ચોર ઈસમોની શોધ શરૂ કરી હતી. ત્યારે પોલીસને એક કડી રૂપે ચોરો જે રિક્ષામાં આવ્યા હતા. આ રીક્ષા ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. પોલીસે આજ સીસીટીવીના આધારે રીક્ષાનો નંબર મેળવી શોધ શરૂ કરી હતી. 

પોલીસને જે રીક્ષાની શોધ હતી તે રિક્ષા કપોદ્રા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. પોલીસએ કાપોદ્રા વિસ્તારમાં રેડ કરી રીક્ષા અને ચોર ઈસમને શોધી કાઢ્યા હતા. જ્યાં 7 જેટલા આરોપીએ મળી આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં મુખ્ય આરોપીને કોરોના કારમાં દેવું થઈ ગયું હોઈ અને આ જ દેવું ઉતારવા તેણે તેના મિત્રો સાથે મળી ગેંગ બનાવી ચોરીની કરવાનું કાવત્રુ રચી કાઢ્યું હતું. જો કે બીજી ચોંકાવનારી બાબત છે કે, પકડાયેલા તમામ આરોપીઓ 19 થી 22 વર્ષની ઉંમરના હોવાનું બહાર આવ્યુ છે. હાલ તો તમામ આરોપી ને પોલીસ એ ઝડપી પાડ્યા છે અને તેની વધુ પુછ પરછ હાથ ધરી રહી છે તેમણે આ રીતે અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ ..
1. વિજય ઓકડીયા
2. અજય ડોદરિયા
3. અકિલ પનીગ્રાફી
4. રાહુલ પાસવાન
5. કેમિલ લકુલ
6. વિવેક ચૌહાણ
7. રણજિત વિશ્વકર્મા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news