લોકસભા ચૂંટણી: પ્રચારના અંતિમ દિવસે પણ પાર્ટીઓનું મતદારોને રીઝવવા એડીચોટીનું જોર
લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બંને રાજકીય પક્ષો દ્વારા શહેરમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારે બોલિવુડની સુપરસ્ટાર અમીશા પટેલની સાથે રેલીનું આયોજન કર્યું હતું. તો ભાજપાના ઉમેદવારએ મોટી સંખ્યામાં શહેરના ભાજપના કાર્યકરો સાથે વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું.
તૃષાર પટેલ/વડોદરા: લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. બંને રાજકીય પક્ષો દ્વારા શહેરમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારે બોલિવુડની સુપરસ્ટાર અમીશા પટેલની સાથે રેલીનું આયોજન કર્યું હતું. તો ભાજપાના ઉમેદવારએ મોટી સંખ્યામાં શહેરના ભાજપના કાર્યકરો સાથે વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું.
આગામી ૨૩મી એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે સાંજે પાંચ કલાકે તમામ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર અંગેના પડઘમ શાંત થઈ જશે. ઉમેદવારોએ આજે પ્રચારના અંતિમ દિવસે મતદારોને આકર્ષવા માટે વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ બોલિવૂડની અભિનેત્રી અમિષા પટેલને સાથે રાખીને લોકો પાસે મત માગ્યા હતા. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે શહેર ભાજપના કાર્યકરોને સાથે રાખીને વિકાસના મુદ્દે લોકો પાસે મતની અપીલ કરી હતી.
પાટણમાં ગર્જ્યા મોદી, 'જો પાકિસ્તાને આપણો પાઈલટ પરત ન કર્યો હોત તો તે 'કતલની રાત' હોત
આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોય રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે શહેરમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાના સમર્થકો કાર્યકરો સાથે sad રેલી કાઢી હતી જેના ડીજે સાથે બાઈક સવાર અને કારચાલકો પણ સામેલ થયા હતા શહેરના મુખ્ય રાજમાર્ગો પર રેલી ફરી હતી જેમાં શહેરના નાગરિકોએ રંજનબેન ભટ્ટ અને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. અલબત્ત ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હોઈ ભાજપા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીની આડે હવે માત્ર થોડો સમય રહ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઇ જશે ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા તારો વિજય નિશ્ચિત હોવાનું પ્રતિપાદિત કરવા આ પ્રકારનું વિશાળ વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું. ચૂંટણીપંચની આચારસંહિતા મુજબ આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા બાદ જો કોઈ રાજકીય પક્ષનો ઉમેદવાર તથા સમર્થકો પ્રચાર કરતા નજરે પડશે તો તેની સામે ચૂંટણીપંચ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. વિજય વિશ્વાસ રેલીમાં ભાજપના ઉમેદવાર રંજનબેન પટેલ પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો. તો મોટી સંખ્યામાં બાઈક સવારો પણ આ રેલીમાં જોડાયા હતા.