close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પાટણમાં ગર્જ્યા મોદી, 'જો પાકિસ્તાને આપણો પાઈલટ પરત ન કર્યો હોત તો તે 'કતલની રાત' હોત

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન 23મી એપ્રિલે યોજાવવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે પણ 23મી એપ્રિલે મતદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જનસભા સંબોધી.

Viral Raval Viral Raval | Updated: Apr 21, 2019, 02:44 PM IST
પાટણમાં ગર્જ્યા મોદી, 'જો પાકિસ્તાને આપણો પાઈલટ પરત ન કર્યો હોત તો તે 'કતલની રાત' હોત

પાટણ: લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન 23મી એપ્રિલે યોજાવવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે પણ 23મી એપ્રિલે મતદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જનસભા સંબોધી. પીએમ મોદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનને પરત ન કરત તો તે કતલની રાત બની ગઈ હોત. તેમણે કહ્યું કે વડાપ્રધાનની ખુરશી રહે કે ન રહે પરંતુ તેમણે નિર્ણય લીધો છે કે કાં તો તેઓ જીવિત રહેશે અને  કાં તો આતંકવાદીઓ જીવતા બચશે. 

ગઢમાં ગર્જ્યા મોદી, કહ્યું-'આપણે એવી તોપ બનાવી કે નડાબેટથી પાકિસ્તાનને ઘરમાં મારે'

પીએમ મોદીએ કહ્યું કે શરદ પવાર કહે છે કે મને ખબર નથી કે મોદી શું કરશે. જો તેમને ખબર ન પડે કે મોદી શું કરશે તો ઈમરાન ખાનને કેવી રીતે ખબર પડે?

ગુજરાતની તમામ 26 બેઠકો મને આપો
તેમણે ગુજરાતની જનતાને લોકસભા ચૂંટણીની ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપની ઝોળીમાં નાખવાની અપીલ  કરતા કહ્યું કે મારા ગૃહ રાજ્યના લોકોનું કર્તવ્ય છે કે ધરતીના પુત્રની દેખભાળ કરે. ગુજરાતની તમામ 26 બેઠકો મને આપો. 

તેમણે કહ્યું કે મારી સરકાર સત્તામાં પાછી ફરશે પરંતુ જો ગુજરાતે ભાજપને 26 બેઠકો ન આપી તો 23મી મેના રોજ ટીવી પર ચર્ચા થસે કે આવું કેમ થયું. 

નામદારોએ હિન્દુ આતંકવાદ નામ આપ્યું
 પીએમ મોદીએ હિન્દુ આતંકવાદનો મુદ્દો ફરીથી ઉઠાવતા ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ સરકારના શાસનકાળમાં આતંકવાદી હુમલા થતા હતાં તો આતંકીઓ વિરુદ્ધ નહીં પરંતુ હિન્દુઓ વિરુદ્ધ કાર્યવાહી થતી હતી. જ્યારે સમગ્ર દુનિયામાં આપણી સંસ્કૃતિ પર ક્યારેય આંગળી ઉઠી નથી. પરંતુ નામદારોએ હિન્દુ આતંકવાદ નામ આપ્યું 

વડાપ્રધાને કહ્યું કે આજે મોદીને એટલા માટે ગાળો પડી રહી છે  કારણ કે તે તૃષ્ટિકરણના રાજકારણ સામે ઘૂંટણિયા ટેકવાનો નથી. રાષ્ટ્રદ્રોહનો કાયદો હટાવવાની વાતો કરનારાઓ, ભારતને ગાળો આપનારાઓને  ખુલ્લી છૂટ અપાશે નહીં. આવા લોકોને દેશ માફ નહીં કરે. 

મોદીએ દાવો કર્યો કે ગત બે તબક્કાના મતદાનના પરિણામો નક્કી થઈ ગયા છે. વિરોધીઓની ઊંઘ ઉડી ગઈ છે. તેમણે માની લીધુ છે કે જનતા તેમની સાથે નથી. બે તબક્કામાં થયેલી ચૂંટણી બાદ તમામ વિરોધીઓ હારના કારણો શોધી રહ્યાં છે.