વિનાયક જાદવ/ તાપી: સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નું મતદાન આજે સવારે થી શરૂઆત થઈ સાંજે 6 કલાકે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. તાપી જિલ્લાનાં સોનગઢનાં અસરગ્રસ્ત વિસ્થાપિત જંગલ વિસ્તારનાં જૂના આમલપાડા, બુધવાડા અને જૂની કુઇલીવેલ ગામનાં લોકો આઝાદિ નાં 70 વર્ષે પછી પણ પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી જતાં ગ્રામજનો હાલમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્રણેય ગામનાં લોકોએ ભેગા થઈને ગામમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનાં બેનરો લગાવી 100 % મતાધિકારનો બહિષ્કાર કરવામાં સફળ રહયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી વહીવટ તંત્ર સાથે ચૂંટણી અધિકારી સાથે મામલતદાર,કલેકટર,ડી.એસ.પી.ના મત આપવા બાબતે સમજાવવા છતાં એક પણ મતદારોએ મતાધિકારનો ઉપયોગ નહીં કરી ચૂંટણીનો સદંતર બહિષ્કાર કર્યો છે. બારડોલી લોકસભા ચૂંટણી અંતર્ગત આજે 23 તારીખે સવારથી મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. જ્યારે તાપી જિલ્લાના બુધવાડા,જુના આમલપાડા અને જૂની કુઈલિવેલ આ ત્રણ ગામોમાં વર્ષોથી પ્રાથમિક અને પાયાની સુવિધાઓ નથી મળી. ત્યારે આ ત્રણ ગામોમાં રસ્તા,શિક્ષણ,પાણી,આરોગ્ય તથા અન્ય સુવિધાઓની વર્ષોની માંગણીઓ છતાં કોઈ સરકારી લાભો મળ્યા નથી.


લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં સરેરાશ 62.36 ટકા મતદાન-ચૂંટણી કમિશનર


જ્યારે સરકારી ચોપડે રેવન્યુમાં તેઓને સમાવેશ નહીં કરાતા તેઓને આજ સુધી સરકારી યોજનાઓ થઈ પણ વંચિત રાખવસમાં આવ્યા છે. જે કારણસર આ ત્રણ ગામોના પુરુષ,મહિલા અને યુવાનોએ મતાધિકારનો સદંતર બહિષ્કાર કરી સમગ્ર ગેઅમય વિસ્તારમાંથી મતદાન કર્યું નથી. સવારથી સાંજ સુધી એક પણ મત મતદાન પેટીમાં મતદારોએ નાખ્યો નથી અને બહિષ્કાર કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા પણ વારંવાર મતો આપવા સમજાવવા છતાં તેઓએ પોતાની લાગણીઓ અને હક્કોથી વંચિત રખાતા 100% મતાધિકારનો બહિષ્કાર કર્યો છે.


ઉકાઈ અસરગ્રસ્ત ગણાતા જૂના આમલપાડા તેમજ બુધવાડા, અને જૂની કુઇલીવેલ ગામને સરકાર દ્વારા હજુ સુધી રેવેન્યૂ પંચાયતનો દરજ્જો તથા સરકારી લાભો પણ આપવામાં નહી આવતાં ગામમાં વિકાસને નામે મીંડુ જોવા મળે છે. જ્યારે આ ત્રણેય ગામોની 4 હજારથી વધુ વસ્તી ધરાવતા હોય 1200થી વધુ મતદારો હોવાનું પણ જણાવ્યું હતું. રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, સહિત અન્ય પાયાની પ્રાથમિક સુવિધાઓથી સરકારે વંચિત રાખ્યા હોવાનું બુમરાણ ઉભી થવા પામી છે.


કોંગ્રેસનો આક્ષેપ: પીએમ મોદી અને અમિત શાહનો રાણીપનો રોડશો આચરસંહિતાનો ભંગ


આ ઉપરાંત ગામમાં પાકા રસ્તાનાં અભાવે ઇમરજન્સી વાહનો પણ આવી ન શકતા સાત કિમી સુધી કાચા રસ્તે રઝળવું પડતું હોય છે. 108 પણ ગામમાં આવવાનીના પાડી દેતાં ડિલિવરી જેવા કેસો માટે સમયસર મળી ન રહેતા તેમજ અન્ય સારવાર અર્થે સાત વ્યકિતઓના મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદોએ આજ સુધી અવ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધ લીધી નથી.



જેને લઈને નેતાઓ અને સરકાર પ્રત્યે ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી ગામના પ્રવેશ દ્વાર આગળ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી ત્રણેય ગામોનાં લોકોએ ભેગા થઈ રોડ નહીં તો વોટ નહીંનાં બેનરો લગાવ્યા. જ્યારે સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ તથા ઉમેદવારોને ગામમાં પ્રવેશ નહીં કરવા દઈ વિરોધ કરી ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ત્યારે આજે લોકસભા ચૂંટણીમાં ત્રણેય ગામોના લકોએ પુરુષો,મહિલાઓ, અને યુવાનોએ ચૂંટણીમાં ગામમાંથી એક પણ મતો નહીં આપી ચૂંટણીનો સદંતર બહિષ્કાર કર્યો છે.