સુરત : પોલીસ જ કાયદાનો ભંગ કરે તો કઇ રીતે કોરોના નિયંત્રણમાં આવશે. ડિંડોલી વિસ્તારમાં હોમ ક્વોરોન્ટાઇન કરાયેલા એક મહારાષ્ટ્રનો યુવક ભાગીને પોતાને ગામ જતો રહ્યો હતો. આમાં તેના જ એક સંબંધી પોલીસ જવાને તેની મદદ કરી હોવાનું સામે આવ્યું છે. જલગાંવના અમલનેરનો વતની એક સગાનું અવસાન થવાને કારણે અહીં આવ્યો હતો. જો કે લોકડાઉનનાં કારણે તે ફસાઇ ગયો હતો. કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા મહારાષ્ટ્રનાં એક ઇસમ નવાગામ આવ્યો છે અને અધિકારીઓએ તેને ચેક કરીને 14 દિવસ માટે હોમક્વોરોન્ટાઇન કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સા વધી રહ્યા છે, લોકોએ વધારે સાવચેતીની જરૂર: જયંતિ રવિ

જો કે ત્રણ દિવસ પહેલા પાલિકાવાળા મોનિટરિંગ માટે નવાગામ માટે ગયા હતા. તેમના સંબંધીઓની પુછપરછ કરવામાં આવતા તેની માતા બિમાર હોવાના કારણે તે વતન પરત ફરી ગયો હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન નિવૃતી વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એપેડેમીક ડીસીસ એખ્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 


CM રૂપાણીની મોટી જાહેરાત, માત્ર 10 દિવસમાં ગુજરાતની કંપનીએ બનાવ્યું વેન્ટિલેટર

જો કે તે સુરતથી છેક મહારાષ્ટ્ર કઇ રીતે પહોંચ્યા અને તે પણ લોકડાઉનની સ્થિતીમાં તે સવાલ થતા પુછપરછ કરવામાં આવી હતી. જેથી એક સંબંધી પોલીસ જવાન દ્વારા તેને શાકભાજીના ટેમ્પોમાં બેસાડીને મહારાષ્ટ્ર ખાતે મોકલી દેવયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ તો પોલીસ તે પોલીસ જવાનની ઓળખ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube