નિધિરેશ રાવલ/કંડલા : બંદરે ૩૧ જહાજો બર્થીંગની લાઈનમા ઉભા છે. વિદેશમાં ઘંઉની નિકાસ વધતા જહજોને બર્થીંગ માટે પ્રતિક્ષા કરવી પડે છે. ઘઉંના પાંચ જહાજો જેટી ઉપર અને પાંચ જહાજો બર્થીંગની લાઈનમા છે. ટીમ્બરને પણ પ્રાયોરીટી આપવાનો પ્રસાશન દ્વારા નિર્ણય કર્યો છે. કંડલા બંદરે પ્રવેશવા માટે ૩૧ જહાજો બર્થીંગની લાઈનમાં ઊભા છે ઘઉંની નિકાસ વધવાને કારણે કંડલા બંદરે ટ્રાફિક વધ્યો છે. હાલમાં ૩૧ જેટલાં જહાજો બર્થીંગ મેળવવાની લાઈનમા છે. ઘંઉના પાંચ જહાજો પર હેન્ડલીંગની કામગીરી થઇ રહી છે તો પાંચ જહાજો વેઈટીંગમાં ઉભા છે. બંદરગાહની તમામ ૧૬ જેટીઓ ઉપર વિવિધ કાર્ગો હેન્ડલિંગ થઈ રહ્યું છે. પોર્ટ પ્રશાસન દ્વારા ટિમ્બર માટે પણ પ્રાયોરિટી આપવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

A2 મિલ્કના નામે આખા ગુજરાતને છેતરવામાં આવે છે, દરેક દૂધમાં A2 હોય છે: સોઢી


આ અંગે કંડલા ટીમ્બર એસોસિએશનના પ્રમુખ નવનિતભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે, ટીમ્બરની આયાત કરવામાં આવ્યા બાદ કંડલા બંદરે બર્થીંગ ન મળતાં મોટુ આર્થિક નુકસાન થતુ હતું. ડીપીએ ચેરમેન દ્વારા પ્રાયોરિટી આપવાના નિર્ણયથી ફાયદો થશે. જ્યારે ધર્મેશભાઈ જોષીએ ટીમ્બરના જહાજ રવાના થતા જ એલસી ખુલે છે પરંતુ વેઈટીંગને કારણે મોડુ થતા ટીમ્બરના ઉદ્યોગ ઉપર ભારણ વધે છે. દિનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા પોર્ટ પર હાલમાં ૧૬ જેટીઓ કાર્યરત છે. જેમાં દરરોજ આશરે ૧૮ થી ૨૦ જેટલાં જહાજો લાંગરવામાં આવે છે અને તેના પર હેન્ડલીંગની કામગીરી કરવામાં આવે છે.


નવસારીમાં લબરમુછીયાઓએ વેપારીને ફોન કરીને કહ્યું, 2 ખોખા ભીજવા દેના નહી તો...


ખાસ કરીને હાલમાં ઘઉંની વિદેશમાં માગ વધતા મોટા પ્રમાણમાં ઘઉં મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે કંડલા બંદર ટ્રાફિક વધી રહ્યો છે. હાલમાં ઘઉં ઉપરાંત ચોખા, કોલ, ટીમ્બર, મિલ સ્કેલ સહિતનો જનરલ કાર્ગો અને લિક્વિડ કાર્ગો લઈને આવતા જહાજોની સંખ્યા વધી છે. હાલમાં કંડલા બંદરે 31 જહાજો વેઈટીગમાં ઉભા છે. આ અંગે શીપીંગ કંપનીના સંચાલક અનંતકુમારએ જણાવ્યું હતું કે જહાજને બર્થીંગ ન મળતાં મોટુ ડેમરેજ ચડે છે અને કામગીરી પણ વિલંબિત થાય છે.


વર્લ્ડ બેંક પાસેથી લોન લઇને ગુજરાતમાં આરોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવશે


આ અંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં ૧૬ જેટઓ ઉપર આશરે ૧૮ થી ૨૦ જેટલાં જહાજો લાંગરવામાં આવી રહ્યા છે. હાલમાં 23 જનરલ અને ૮ લિક્વિડ કાર્ગો મળી કુલ ૩૧ જહાજો વેઇટિંગમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube