A2 મિલ્કના નામે આખા ગુજરાતને છેતરવામાં આવે છે, દરેક દૂધમાં A2 હોય છે: સોઢી
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તરફથી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ GCCI ખાતે શુક્રવારે "AMUL 100 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અમુલ મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢી હાજર રહ્યા. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. જેમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી અમુલની વિવિધ રીત પર ચર્ચા કરવામાં આવી છે.
મુખ્યત્વે કોરોના કાળ દરમિયાન કેવી રીતે અમુલ દ્વારા ભારત દેશના ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાના ગામ સુધી ખેડૂતોને મદદ કરવામાં આવી હતી. સતત આવક ચાલુ રાખીને તેમને મદદ મળી શકી તેની ચર્ચા કરતા AMULના મેનેજિંગ ડિરેક્ટરે આર એસ સોઢીએ કહ્યું કે, પાછલા વર્ષમાં AMULનું વાર્ષિક ટર્ન ઓવર 61 હજાર કરોડનું રહ્યું હતું. જે આગામી ૨૫ વર્ષ સુધીમાં એટલે કે દેશ અને AMULના 100મા વર્ષ દરમિયાન દેશના કરોડો લોકો માટે AMUL પ્રેરણારુપ હશે.
પ્રાથમિક સંબોધન બાદ gcci કાર્યક્રમમાં હાજર વિવિધ લોકો સાથે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તમામ સવાલોના જવાબ પણ તેમણે આપ્યા હતા. આર.ઍસ.સોઢી ઍ જણાવ્યુ કૅ કે AMUL આગામી સમયમા 2500 કરોડનું રોકાણ ગુજરાતમા કરવા જઈ રહી છે. જેમા ઉત્તમ પ્રકારની સવલત આપવા તત્પર છિએ. જેમા હાલ AMUL 280 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરી રહ્યું છે. જેમા AMUL આજની તારીખમાં 380 લાખ લીટરની ક્ષમતા ધરાવે છે. માટે આગામી દિવસોમા સહકારી ક્ષેત્રોમાં AMUL ખુબ સારા અને મહત્વ પુર્ણ કાર્યો કરવા જઈ રહ્યું છે. બીજી તરફ A2 મિલ્કના ઉંચા ભાવ વસૂલતા લોકોને પણ ચેતવણી આપતા ગ્રાહકોને છેતરાતા બચવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક દુધમાં A2 હોય છે તેથી A2 ના નામે લોકોએ છેતરવાનું બંધ કરવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે