લોભિયા હોય ત્યાં ધુતારે ભૂખે ના મળે! સ્વામીનો વેશ ધારણ કરી લુંટ કરતા બે શખ્શોની ઓપરેન્ડી જાણી લેજો, નહીં તો...
Ahmedabad Crime News: સ્વામીનો વેશ ધારણ કરી વીડિયો કોલમાં અમેરિકન ડોલર બતાવ્યા, સસ્તા ભાવે આપવાની લાલચ આપી વેપારીને લૂંટી લીધો, બેની શખ્સોની ધરપકડ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જિલ્લાની કણભા પોલીસે ડોલર બદલાવાનું કહી લૂંટ કરતા બે શખ્સોની લાખોના મુદ્દામાલ કબ્જે કર્યો છે.
VIDEO: "હિંદુઓ કેનેડા છોડીને ભારત પાછા જાઓ", કેનેડામાં ભારતીયોને કોને આપી ધમકી
કણભા પોલીસે ધરપકડ કરેલ આરોપીઓના નામ અમિત તળપદા અને યોગેશ ઉદવાની છે. આ બંને શખ્સોએ તારીખ 13-09-2023 ના રોજ ફોન કરી કહ્યું હતું કે સ્વામીજીને 10 હજાર અમેરિકન ડોલર બદલાવાના છે. જેના બદલામાં ફરિયાડીએ ભારતીય નાણાં આપવાના રહેશે. આ વાત નક્કી થતા આરોપી અમિત તળપદા અને યોગેશ ઉદવાનીએ ફરિયાદીને બરોડા એક્સપ્રેસ હાઇવે પર કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલાવ્યા હતા હતા.
ટ્રુડોને કેવી રીતે ભારે પડી પોતાની મૂર્ખામી? ભારતે કઠોર વલણ અપનાવતા આ રીતે નરમ પડ્યા
ફરિયાદી રોકડ રકમ 6 લાખ લઇને ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓ ડોલર આપે એ પહેલા જ ફરિયાદી પાસે રોકડ રકમ ભરેલો થેલો ઝંપાઝપી કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ ફરિયાદીએ કણભા પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ નોંધાવી હતી હતી અને કણભા પોલીસે ફરિયાદ નોંધીને આરોપી અમિત તળપદા અને યોગેશ ઉદવાનીની ધરપકડ કરી લીધી હતી.
વિનાશક વરસાદની તબાહી ભોગવી રહ્યું છે આ ગામ, લાચાર ખેડૂતોએ કહ્યું સહાય મળે તો બચી શકી
કણભા પોલીસે અમિત તળપદા અને યોગેશ ઉદવાનીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી તો એક નવા પ્રકારની મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી. આરોપીઓ આવા પ્રકારના લોકોને પહેલા ટાર્ગેટ કરી તેમને ફોન કરી ડોલર બદલવાનું કહીને વિડીયો કોલ કરી સ્વામીનો વેશ ધારણ કરી વાત કરતા અને ત્યારબાદ બનાવટી અમેરિકન ડોલરનો વિડીયો બનાવી મોકલી આપતા, જેથી સામેના વ્યક્તિને વિશ્વાસ આવે. આ પ્રકારે પોતાની જાળમાં આરોપીઓ ફરિયાદીને વિશ્વાસમાં લઇને પોતાની નક્કી કરેલી જગ્યા પર બોલાવીને લૂંટ કરીને ફરાર થઇ જતા હતા.
ગુજરાતમા કઈ તારીખ સુધી પડશે વરસાદ? ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડું દેખાડશે ભયાનક દ્રશ્યો!
કણભા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેડા જીલ્લાના રહેવાસી છે અને આ અગાઉ નાના મોટા ગુનામાં પોલીસના હાથે પકડાય ચુક્યા છે, ત્યારે પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલ 6 લાખ રોકડ સહિત 7 લાખ 23 હાજરનો મુદ્દામાલ કબ્જે કરીને આ પ્રકારે અન્ય કોઈને પોતાનો શિકાર બનાવ્યા છે કે નહિ એ અંગે તપાસ શરુ કરી છે.
હે ભગવાન ગુજરાતમાં શું થવા બેઠું છે? સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીઓ પાસે કરાવાય છે PM