એસપી ડિવિઝનના પોલીસ કર્મચારીની દાદાગીરી, બંધ ગલ્લા ખોલાવી મફતમાં વસ્તુઓ ઉઠાવે છે
સામાન્ય રીતે પોલીસને રક્ષક માનવામાં આવે છે પરંતુ અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એસીપી એ ડિવિઝનના પોલીસકર્મી એમ એમ ચૌધરીની દાદાગીરી સામે આવી છે. વસ્ત્રાપુર ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આવે ખુશી મોબાઈલ દુકાનના વેપારીએ 2 મહિના પહેલા એક કર્મચારીને નોકરી પરથી છૂટો હતો. કર્મચારીનું નામ હરીશ ચૌધરી હતું. જો કે હરીશને છુટો કરી લીધા પછી અન્ય કોઈ વ્યક્તિ સાથે તેના પૈસાના લગતા વ્યવહાર બાકી હોવાથી મોબાઈલ વેપારીના દુકાને વારંવાર માંગવા આવતા હતા.
ઉદય રંજન/અમદાવાદ : સામાન્ય રીતે પોલીસને રક્ષક માનવામાં આવે છે પરંતુ અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એસીપી એ ડિવિઝનના પોલીસકર્મી એમ એમ ચૌધરીની દાદાગીરી સામે આવી છે. વસ્ત્રાપુર ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આવે ખુશી મોબાઈલ દુકાનના વેપારીએ 2 મહિના પહેલા એક કર્મચારીને નોકરી પરથી છૂટો હતો. કર્મચારીનું નામ હરીશ ચૌધરી હતું. જો કે હરીશને છુટો કરી લીધા પછી અન્ય કોઈ વ્યક્તિ સાથે તેના પૈસાના લગતા વ્યવહાર બાકી હોવાથી મોબાઈલ વેપારીના દુકાને વારંવાર માંગવા આવતા હતા.
એરોનોટિક્સ એન્જિનિયરે ચાલુ કર્યો MD ડ્રગ્સનો કારોબાર, આ રીતે ચલાવતો સમગ્ર કારોબાર
વેપારીએ પૈસાની ના પાડતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. વેપારીએ હરીશ ચૌધરી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે જે તે સમયે તેની ધરપકડ કરીને જામીનમુક્ત છોડી દીધો હતો. હરીશ ચૌધરીની આ કેસને સમાધાન કરવા માટે એસીપી બી ડિવિઝન પોલીસકર્મી એમ.એમ ચૌધરી દ્વારા વેપારીને વારંવાર ધમકાવવામાં આવતો હતો. જો કે વેપારીએ સમાધાન કરવાની ના પાડતા કમાન્ડર એમ એમ ચૌધરી વેપારીની મોબાઇલની દુકાનમાં તથા તેના પાન પાર્લરમાં રાત્રે ગેરકાયદેસર પ્રવેશ કરી આ પ્રકારે સમાધાન કરી દે અથવા ધંધો કરવો ભારે પડશે તેવી ધમકી આપતો હતો.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં આ વર્ષે નહી યોજાય નવરાત્રી, ગરબાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું
પોલીસકર્મી એમ એમ ચૌધરીએ હદ તો ત્યાં વટાવી કે રાત્રે 11:30 વાગ્યે બંધ પાર્લર ખોલાવી પાર્લરમાંથી સિગારેટના બોક્સ તથા ફુડ પેકેટ લઈ જઈ પૈસા આપ્યા નહોતા. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા એમ ચૌધરીના કાળા કરતુતોના પર્દાફાશ થયો છે. હાલ તો આ ઘટના સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી કબ્જે કરીને તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube