ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતની ભાજપા સરકાર હાર્દિક સાથે કિન્નાખોરી ભર્યુ વર્તન કરતી હોવાનો આક્ષેપ કિંજલ પટેલે કર્યો. Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં હાર્દિકનાં પત્ની કિંજલે કહ્યુ કે, ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દીક પટેલ સામે સેશન્સ કોર્ટે બીન જામીન પત્ર વોરંન્ટ ઇશ્યુ કર્યુ છે. પોલીસ તેમની શોધ ખોળ કરી રહી છે. છેલ્લે 18 જાન્યુઆરીના રોજ હાર્દીક ઘરેથી નિકળ્યો અને સાંજે પોલીસે તેની ધરપકડ કરી હતી, ત્યારથી હાર્દીક ઘરે આવ્યા નથી. હાર્દિક વિશે તેમને કોઇ જ માહિતી નહી હોવાનું પણ કિંજલે ઉમેર્યુ છે. સરકાર કિન્નાખોરી રાખી તેમના પરિવારને હેરાન કરી રહી છે. અવાર નવાર પોલીસ તેમના ઘરે આવી શોળખોળ કરે છે અને હેરાન કરે છે. પોલીસ અધિકારીઓ રાત્રે 10 વાગ્યે અમારા ઘરે આવે છે અને હાર્દિક વિશે પુછપરછ કરીને ઘરમાં હાર્દિકને શોધે છે. ઘર વેરવિખેર કરીને જતા રહે છે. જો કે તે અને તેમનો પરિવાર સરકારની કિન્નાખોરીથી ડરશે નહી હાર્દીક યુવા અને ખેડૂતનો અવાજ છે માટે સરકાર તેને લોકો વચ્ચે જતો અટકાવી રહી છે. જો કે હાર્દિક સરકારની આ દમનકારી નીતિથી દબાશે નહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube