અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંક મામલે રામોલમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. રામોલ પોલીસે 2 બુટલેગરોની ધરપકડ કરી ત્યારબાદ બન્ને બુટલેગરોની સરભરા કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરોથી ત્રાસીને ગઈ કાલે રેલી કાઢવામાં આવી હતી. જોકે લોકોના રોષને લઈને પોલીસે હરકતમાં આવીને બે બુટલેગરને ઝડપી પાડ્યા હતા.


મહત્વનું છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે પોલીસ શું કરે છે તે સવાલ ઉભો થાય છે. બુટલેગરો દ્વારા થતા દારૂના વેચાણને કારણે લોકોમાં રોષ જોવા મલી રહ્યો હતો. લોકોના આ રોષ જોયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.