અમરેલી: ચોરોને પકડતી પોલીસ જ ચોરી કરતા ઝડપાય, 2 ASI સહિત 12 જવાનો ઝડપાતા ચકચાર
અમરેલી પોલીસનાં 2 ASI સહિત 12 જવાનોએ અમરેલીના ફરજ નિષ્ઠ પોલીસ શરમમાં મુકાય તેવી કુમ કરતા તેમની સામે તવાઇ બોલી છે. સરકારી આવાસોમાં રહેતા જવાનોએ જ એવું કામ કર્યું છે કે, તે જાણીને સામાન્ય માણસને આઘાત લાગે. ચોરોને પકડવા જતી પોલીસ અગાઉ લાંચકાંડમાં તો ખુબ જ બદનામ છે પરંતુ હવે પોતે જ ચોરી કરતી હોવાનું સામે આવતા વધારે શરમજનક સ્થિતીમાં મુકાઇ છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રોય હરકતમાં આવ્યા છે અને તેમણે સપાટો બોલાવ્યો હતો. વિજ ચોરી કરતા પોલીસ કર્મચારીઓને ઝડપી લીધા હતા.
અમરેલી : અમરેલી પોલીસનાં 2 ASI સહિત 12 જવાનોએ અમરેલીના ફરજ નિષ્ઠ પોલીસ શરમમાં મુકાય તેવી કુમ કરતા તેમની સામે તવાઇ બોલી છે. સરકારી આવાસોમાં રહેતા જવાનોએ જ એવું કામ કર્યું છે કે, તે જાણીને સામાન્ય માણસને આઘાત લાગે. ચોરોને પકડવા જતી પોલીસ અગાઉ લાંચકાંડમાં તો ખુબ જ બદનામ છે પરંતુ હવે પોતે જ ચોરી કરતી હોવાનું સામે આવતા વધારે શરમજનક સ્થિતીમાં મુકાઇ છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રોય હરકતમાં આવ્યા છે અને તેમણે સપાટો બોલાવ્યો હતો. વિજ ચોરી કરતા પોલીસ કર્મચારીઓને ઝડપી લીધા હતા.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા 1-8-18 નો વિવાદિત પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો, સરકારને અપાઇ ખાસ માર્ગદર્શીકા
ગુજરાતમાં વીજ ચોરીનો કડક કાયદો છે અને વીજચોરો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થાય છે. આ કામ પોલીસનું છે. પોલીસ કાયદાથી સભાન છે. અમરેલીના 12 જવાનોએ સરકારી આવાસમાં વીજ ચોરી કરે છે. પોલીસ પોતે જ ચોરીમાં સંડોવાયેલી હોવાનું માલુમ પડતા અમરેલીનાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ નિર્લિપ્ત રાયે તત્કાલ અસરથી ક્વાર્ટર ખાલી કરાવ્યા હોવાની માહિતી મળી છે.
આ ઉપરાંગ બિનકાયદેસર કનેક્શન લેનારા જવાનોમાં શિવરાજ વાળા, શીવાભાઇ જાજળીયા, નારણભાઇ જાગસર (ASI), અરવિંદ ચૌહાણ, જ્યોત્સના ધમલ, હિતેશ દાન ભેવલીયા, ચંદનગીરી ગોસ્વામી (ASI) શ્રદ્ધા ગરૈયા, રવિરાજ ખુમાણ, પારૂલ ગોરધનભાઇ, રતન જાદન, પારસ ધડુકનો સમાવેશ થાય છે. આ તમામ લોકો સામે એસપી દ્વારા કાર્યવાહીનો આદેશ અપાયો છે.
ચર્ચના ક્રિશ્ચિયન પાસ્ટરે યુવતીને કહ્યું પ્રભુની કૃપા જોઇએ તારા તમામ કપડા ઉતારી નાખ અને...
એસ.પી નિર્લિપ્ત રાયે એક યાદીમાં જણાવ્યું કે, તમામ કર્મચારીઓએ ગુનાકીય ગેરકૃત્ય અને ગેરવર્તણુંક આચરેલી હોવાથી તેમને પોલીસ લાઇનમાંથી લાઇન આઉટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં કર્મચારીઓને ક્વાર્ટર ખાલી કરવા માટેનો આદેશ પણ અપાશે. તમામ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ અપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર