ઉપલેટા : શહેરના નાગનાથ ચોક પાસે આવેલ જડેશ્વર નગર વિસ્તારમાં નદી અને વોંકળાના પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ઉપલેટામાં પણ વરસાદના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપલેટાના વોર્ડ નંબર 3 માં આવેલ નાગનાથ ચોક પાસેના જડેશ્વર નગર બેટમાં ફેરવાઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ના આગમન પહેલા સાંસદ અને જિલ્લા BJP અધ્યક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી, વાતાવરણ ઉગ્ર બન્યું


જડેશ્વર નગરના દરેક ઘરમાં પાણી ઘુસી જતા અહીંના લોકો મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. મોજ નદીના તથા વોંકળાના પાણી જડેશ્વર વિસ્તારમાં ચારો તરફ ભરાઈ ગયા હતા. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી પાણી જ દૃશ્યમાન થતું હતું. અહીં એક હજાર જેટલા લોકો અહીં રહે છે. ગત રાત્રીના પડેલ વરસાદના પગલે અહીંના તમામ ઘરોમાં પાણી પાણી થઈ ગયા હતા. ઘરમાં ઘુસેલા વરસાદી પાણીને લઈને ઘરોની તમામ ઘરવખરી તબાહ થઈ ગઈ હતી. તમામ અનાજ પલળી ગયું હતું અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. 


BHAVNAGAR માં ગમે તે બાજુ નિકળો મોતનો રોડ, ખાડાઓના કારણે નાગરિકોના કરોડરજ્જુના કટકા


જડેશ્વર વિસ્તારના ઘણા લોકોએ વરસાદના પુરના આ પાણીના કહેરથી બચવા માટે મકાનની છત ઉપર આશરો લીધો હતો. જોકે એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. હાલ પણ લોકો તંત્ર દ્વારા કોઈ મદદની રાહ જોઈને બેઠા છે ત્યારે ઉપલેટા નગરપાલિકા દ્વારા અહીંના 800 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અને નગરપાલિકાની સરકારી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો હતો. અત્યારે સમગ્ર જડેશ્વર વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube