રાજકોટ: ગુજરાતમાં પ્રથમ કોરોના મૃતકના ડેડબોડીનું પીએમ રાજકોટમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં કોરોના મૃતકના ડેડબોડીના પીએમની મંજૂરી મળી હતી. જેથી 6 દિવસ પહેલા એક કોરોના મૃતકની ડેડબોડીનું પીએમ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેનું પરીક્ષણ કરાતા કોરોનાની અસર ફેફસા ઉપરાંત મગજ અને લિવર પર પણ થઇ હોવાનું પરીક્ષણમાં ખુલ્યું છે. આ પરીક્ષણ ગુજરાત અને સમગ્રદેશના ડોક્ટર્સના સંશોધનમાં ઉપયોગી સાબિત થશે. રાજકોટના પરીક્ષણથી સમગ્ર દેશનાં ડોક્ટર્સ માટે કોરોના દર્દીને કઇ ટ્રીટમેન્ટ આપવી તેનો પણ માર્ગ ખુલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતને મળ્યા 8 નવા IPS અધિકારી, જાણો તેમના વિશે તમામ માહિતી, 15 DYSP ની પણ બદલી

દર્દીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી ક્યાં દર્દીનું પીએમ કરાયું, દર્દીને કયા લક્ષણો હતા, દર્દી કેટલા દિવસથી સારવારમાં હતા. દર્દીની ઉંમર, જાતિ અંગે રાજકોટ પીડીયું મેડિકલ કોલેજનાં ફોરેન્સિંક મેડિસીન ડિપાર્ટમેન્ટ હેડ તથા કોવિડ હોસ્પિટલના એડીશનલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. હેતલ ક્યાડાનો સંપર્ક કર્યો હતો. જો કે ડો હેતલે જણાવ્યું કે, સરકાર અને મેડિકલ ગાઇડલાઇન પ્રમાણે અમે દર્દીની ઓળખ આપી શકીએ નહી. આ ઉપરાંત દર્દીને ક્યાં લક્ષણો અને પુરૂષનાં સ્ત્રી અંગે પણ અમે જણાવી શકીએ નહી. કોરોના રિસર્ચ માટે ઓટોપ્સીની પ્રક્રિયા અંગે જણાવ્યું કે, મગજ, ફેફસા, યકૃત, કિડની, ફ્લુડ, હૃદય, પેટમાં રહેલું પાણી, બ્લડની અંદરના કોમ્પોનન્ટ અને સ્નાયુનો સમાવેશ થાય છે. 


જમીનને વિવાદિત બનાવીને કરોડોનો તોડ કરનાર મુકેશ દેસાઇની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી

સંશોધનનાં ઇરાદા કરવા માટે અમે એક વખત ડેડ બોડીનું ડિસેક્શન થાય છે. શરીરમાં કયા કયા અવયવોમાં કેવી અસર થાય છે તે અંગે અમે સંપુર્ણ સેમ્પલ લેવામાં આવે છે. આ ઉપરાંત ઇન્ફેક્શન કંટ્રોલ પ્રિવેન્શન કંટ્રોલ માટે તેમાથી લીધેલા સેમ્પલ ત્રણથી ચાર દિવસ સુધી કેમિકલમાં રાખવામાં આવે છે. જેથી અંદર રહેલા ચેન્જિસ જે છે તે કોરોનાને લીધે ફિક્સ થઇ જાય છે. વાયરસ જે છે તે ડિસએક્ટિવેટ થાય છે. ત્યાર બાદ અમે લેબોરેટરી માટેના સ્ટેજ પર પરીક્ષણ થાય છે. વાયરસ ડિએક્ટિવેટ હોવાના કારણે તબીબોને પણ વાયરસ લાગવાની શક્યતા રહેતી નથી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube