શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરમાં કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેને લઈને તાલુકાના 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા. તો તમાકુનો પ્રથમ દિવસે હરાજીમાં રૂપિયા 2400 સુધીનો ભાવ બોલાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પનીર ખાવાના શોખીન છો? તો સાવધાન, ગુજરાતમાં અહીંથી ઝડપાયો સૌથી મોટો જથ્થો!


હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જિન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ઉપરાંત ઊંઝા, વિજાપુરના 13 જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી. હિંમતનગર તાલુકાના 7 જેટલા વેપારીઓ તમાકુ અને ગાળિયુ વેચવા આવ્યા હતા. 


કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? હવે આ જગ્યાથી ઝડપાયો લાખોનો મુદ્દામાલ


ગત વર્ષની સરખામણી એ આ વર્ષે 500 રૂ વધુ ભાવ બોલાયો હતો. હિંમતનગર કોટન માર્કેટમાં પ્રથમ દિવસે 565 જેટલી બોરીની આવક થઈ હતી. જેના 65 બોરી ગાળીયાની ખરીદી થઈ હતી. તો તમાકુનો ભાવ પ્રતિ 20 કિલોએ રૂપિયા 1720 થી રૂપિયા 2400 ભાવ બોલાયો હતો, તો ગળીયાનો પ્રતિ 20 કિલોએ રૂપિયા 1000થી રૂપિયા 1165 ભાવ બોલાયો હતો.


પ્રેમ કહાનીનું કરૂણ અંજામ; શંકા-કુશંકામાં હર્યો ભર્યો પરિવાર વીંખાયો, પ્રેમિકાની...